મજીવાણા પાસે બાઈક સ્લીપ થતા લાલપુર પંથકના યુવાનનું નીપજ્યું મોત

  • June 11, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુરના પડાણા ગામનો યુવાન બાઈકમાં મજીવાણા પાસેથી પસાર થતો હતો ત્યારે ગોલાઈ પર અકસ્માતે બાઈક સ્લીપ થતા તેને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમાં વાછરાદાદાના મંદિર પાસે રહેતા બાબુભાઈ દેવાભાઈ સોલંકી નામના વૃદ્ધ દ્વારા બગવદર પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે,લાલપુરના પડાણા ગામે રહેતો દીપક બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૧) પોતાનું મોટરસાયકલ લઈને પોરબંદર જામખંભાળિયા રોડ પર પસાર થતો હતો ત્યારે મજીવાણા ગામની ગોલાઈ પાસે પહોંચ્યોએ સમયે કોઈ કારણોસર દીપકનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં દિપક સોલંકીનું મોત થયું છે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News