BREAKING NEWS

રાણાવાવના યુવાને માનસિક બીમારીથી કંટાળી ર્ક્યો આપઘાત

  • November 14, 2025 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવના એક યુવાને માનસિક બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે.
રાણાવાવની આસોપાલવ સોસાયટીમાં રહેતા મંજુબેન દુદાભાઇ ભંભાણાએ રાણાવાવ પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે મયુર દુદાભાઇ ભંભાણા ઉ.વ. ૩૮ દોઢેક વર્ષ પહેલા પડી ગયો હતો અને માથાના ભાગે ઇજા થઇ હતી અને માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી. તેથી પોતાની બીમારીથી કંટાળીને મયુરે તેના મકાને જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application