BREAKING NEWS

પડધરીના થોરિયાળી ગામે બાઈક સાથે ખૂંટિયો અથડાતા ઘવાયેલા યુવકનું મોત

  • April 30, 2026 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પડઘરીના થોરિયાળી ગામના પાદરમાં ગત શનિવારે બાઈક સાથે ખુંટીયો અથડાતા પટકાયેલા યુવકને ગંભીર ઈજ થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પડઘરીના થોરિયાળી ગમે રહેતો ઉમેશ મગનભાઈ ડાભી (ઉ.વ.૧૮)નો યુવક ગત તા. ૨૫ના બાઈક લઈને વાડીએથી ઘરે જતો હતો ત્યારે ગામના પાદર પાસે અચાનક ખુંટીયો બાઈક
સાથે અથડાતા પુવક પટકાર્યો હતો.માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પાંચ દિવસની સારવાર દરમિયાન રાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક ઉમેશ બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો અને ખેતી કામ કરતો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application