BREAKING NEWS

રાજકોટમાં વકીલાતનો અભ્યાસ કરનાર યુવતી પર જન ઔષધી કેન્દ્રના સંચાલકે દુષ્કર્મ આચર્યું

  • February 27, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વકીલાતનો અભ્યાસ કરનાર યુવતીને મૂળ માંગરોળ પંથકના વતની જન ઔષધી કેન્દ્રના સંચાલકે પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું કહી યુવતીને લગ્નની લાલચ આપી ફસાવી હતી. બાદમાં યુવતીને હોટેલ નોવા અને પોતે ભાડે રાખેલી રૂમ પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણે યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા યુવતીએ તપાસ કરતા આ શખસ પરિણીત હોવાનુ માલુમ પડયું હતું. જેથી તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


રાજકોટમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિલન રામ પીઠડીયા (રહે. લાઈટ હાઉસ, વિંગ નં.૦૫, ફ્લેટ નં.૩૦૭, મૂળ. નગીચાણા, માંગરોળ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણે એમ.કોમ. તથા એલ.એલ.બી. સુધી અભ્યાસ પુર્ણ કરેલ છે, તેમના અભ્યાસના આધારે સ્કુલના તથા અન્ય ઓફીસના કામ ઘરેથી કરે છે. તેમના પિતા આઈ.ઓ.સી. કંપનીમાંથી નિવૃત થયેલ છે, તેમની માતા સામાજીક સેવા પ્રવુતિ કરે છે.


આશરે દોઢ-બે વર્ષ પેહલા નાણાવટી ચોક નજીક એસબીઆઈ એટીએમની નજીક આવેલ જન ઔષધી કેન્દ્રમાં દવા તથા વસ્તુ લેવા જતા જે ઔષધિ કેન્દ્ર ચલાવતા મિલન પિઠડીયા સાથે ઓળખાણ થયેલ અને વાતચીત થતાં પરીચયથી તેના સંપર્કમાં આવેલ અને ફેબ્રુઆરી ૨૦૨૪ માં આરોપીએ પ્રેમનો પ્રસ્તાવ મુકી તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપેલ હતી. જેથી તેને જણાવેલ કે, ભવિષ્યમાં આપણા લગ્ન બાબતે કોઈ પ્રશ્ન વિવાદ ન થાય એટલે તમને જાણ કરૂ છુ, તો આરોપીએ કહેલ કે, અમારા ગામમા પ્રેમ લગ્ન કરવાની છુટ છે, તેમ જણાવતા તેણી વધુ પ્રેમમા અને વિશ્વાસમાં આવી ગયેલ હતી.


આ મિલન તેણીએ ગઈ તા. ૨૯/૦૫/૨૦૨૪ ના કાલાવડ રોડ પર જડ્ડુસ હોટલની બાજુમાં આવેલ નોવા સાઈન હોટલ પર લઈ ગયેલ અને તેણે કહેલ કે, આપણે નજીકના સમયમાં લગ્ન કરવાના છીએ, તો થોડી વાતચીત કરવાની છે તેમ કહી તે હોટલના રૂમમાં લઈ ગયેલ, ત્યારે તેણીએ આઈ.ડી. પ્રુફ પણ આપેલ અને તે હોટલના રૂમમાં પાંચેક કલાક રોકાયા દરમ્યાન મિલન પીઠડીયાએ શરી૨ સંબંધ બાંધવા માંગણી કરેલ તો તેને ના પાડેલ તેમ છતા કહેલ કે, આપણે તો હમણા જ લગ્ન કરવાના છીએ, તો આમા કોઈ ખોટુ નથી તેમ કહી શરીર સંબંધ બાંધેલ હતો.


આરોપી તેણીને તે જ હોટલમાં તા.૨૫/૦૭/૨૦૨૪ તથા તા.૦૮/૧૦/૨૦૨૪ ના નોવા સાઈન હોટલના રૂમમાં લઈ જઈ શરીર સંબંધ બાંધેલ અને ત્યાં હોટલમાં આઈ.ડી.પ્રુફ આપવાના થતા હોય જેથી તે હોટલમાં લઈ જવાની ના પાડેલ તો નવેમ્બર ૨૦૨૪ માં મિલન તેની બાઈકમાં બેસાડી કહેલ કે, મારા રૂમે જઈએ અને ત્યાં મળીએ તેમ કહી તેના પરશુરામ ચોકડી પાસે આવેલ લાઈટ હાઉસ વાળા ભાડાના મકાન રૂમ નં.૩૦૭ માં લઈ ગયેલ અને તેણે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો.


ગઈ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ આરોપીએ તેણીનો ફોન ના ઉપાડતા તેણી લાઈટ હાઉસ વાળા મકાને જતા બીજા અજાણ્યા સ્ત્રી સાથે ઘરે મળી આવેલ હતો. તેમજ આરોપી ફોન ન ઉપાડતા અને મેડીકલની તેની દુકાને ન દેખાતા તેની તપાસ કરવા તેના ગામ નગીચાણા જતાં ત્યાં ગામના સરપંચ મળતા તેમને વિગતે વાત કરેલ તો તેમણે કહેલ કે, આ મિલન પીઠડીયાના લગ્ન થઈ ગયેલ છે, જે બાદ તેને ફોન કરતાં ફોન લાગેલ નહી જેથી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ એસસી એસટી સેલ એસીપી ચિંતન પટેલ અને ટીમે આદરી આરોપીની ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application