BREAKING NEWS

22 વર્ષની યુવતી પર પતિના સહકર્મીએ જ દાનત બગાડી....ઘરમા ઘૂસી બળજબરી દેહ પીંખી દુષ્કર્મ આચર્યું, અમરેલીનો ચકચારી બનાવ

  • November 16, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં પતિના સહકર્મીએ જ ઘરમાં ઘૂસીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નહીં નોંધી આરોપીને છાવર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


22 વર્ષની યુવતી પર બળાત્કાર

મળતી માહિતી મુજબ, અમરેલીમાં પતિના સહકર્મીએ જ 22 વર્ષની યુવતી પર ઘરમા ઘૂસીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ આપી હોવા છતાં પોલીસ ફરિયાદ નહીં નોંધી આરોપીને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી. અસામાજિક તત્વોએ યુવતીના પતિને કેસ નહીં કરવા ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.


યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં આક્ષેપિત યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી અને આખરે યુવતીની ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસ તંત્ર આરોપીઓને કેમ છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉભા થયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application