ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં આજે વહેલી સવારે ૫ વાગ્યે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક જ પરિવારના ૬ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ અનુસાર યુવકે માતા, પત્ની અને બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીએ તેની માતાને ગોળી મારી અને તેની પત્નીની હથોડી વડે હત્યા કરી,બાળકોને અગાસી પરથી ફેંકી દીધા બાદ યુવકે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બની હતી.
આ ઘટના અંગે એસએસપી સીતાપુર ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે, આજે મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી હતી કે અનુરાગ સિંહ (ઉંમર– ૪૫ વર્ષ) નામના એક માનસિક રીતે બીમાર વ્યકિતએ કથિત રીતે પોતાની જાતને ગોળી મારી દીધી હતી . પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ફોરેન્સિક ટીમ સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે.સીઓ મહેમુદાબાદ દિનેશ શુકલાએ જણાવ્યું કે યુવક નશાનો વ્યસની હતો. પરિવાર તેને ડ્રગ ફ્રી સેન્ટરમાં લઈ જવા માંગતો હતો, આ બાબતે રાત્રે વિવાદ થયો હતો. આ પછી સવારે આ ઘટના બની હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech