BREAKING NEWS

મવડીના મારૂતિનગરના યુવકનું મેટોડા નજીક અકસ્માતમાં મોત

  • October 06, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. કાલાવડ રોડ પર મેટોડા નજીક વાહન અકસ્‍માતમાં મવડી વિસ્‍તારમાં રહેતાં અને મેટોડામાં રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. બનાવને લઇ યુવાનના પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી રોડ પર મારૂતિનગર-૧માં રહેતો મિતેશ દેવજીભાઇ સનુરા (ઉ.વ.૨૦) તા. ૨૭/૯ના રોજ સાંજે મેટોડાથી એક્‍ટીવા હંકારી રાજકોટ ઘર તરફ આવી રહ્યો હતો ત્‍યારે બાલાજી વેફર્સ નજીક રોડ પર તેને વાહન અકસ્‍માતમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.અહીં સારવાર દરમિયાન ગત સાંજે મૃત્‍યુ થયું હતું.


મિતેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેને મેટોડામાં ખોડીયાર ફેશન નામે રેડીમેઇડ કપડાની દૂકાન હતી. ૨૭મીએ તે દૂકાન વધાવીને ઘરે આવી રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં આ બનાવ બન્‍યો હતો. તેનું વાહન સ્‍લીપ થયું કે કોઇ વાહનની ઠોકરે ચડી ગયો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application