રાજકોટમાં મારવાડી યુનિ. ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન દેશના પીએમ મોદી કરવાના છે. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા આપના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે.
AAPની આગામી સમયમાં યોજાવા જઈ રહેલી કોઠારિયામાં પરિવર્તન મહાસભાથી ભાજપ એટલી હદે ડરી ગઈ કે આજે પ્રદેશ નેતા રાહુલ ભુવા, યુવા નેતા સુરજ બગડા અને ટીમ સહિત વોર્ડ નં ૧૮માં સભાનો પ્રચાર કરતાં હતા ત્યારે ભાજપના ઇશારે તમામની બળજબરી પૂર્વક અટકાયત કરવામાં આવી હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આજરોજ વાયબ્રન્ટ સમિટમાં ભારતના વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે રાજકોટ પોલીસ દ્વારા રાજકોટ કોંગ્રેસના અનેક આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે.અનેક આગેવાનોને તેમના ઘરોમાં જ નજર કેદ કરવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સેવા દળના મંત્રી રણજીત મુંધવાને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application