ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે ખાસ કરીને વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી ના ધારાસભ્યો -એ ગૃહમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી બેનર દેખાડ્યા હતા.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ 'આપ' ના ધારાસભ્યોએ ગૃહમાં બેનરો લઈને આવ્યા હતા, જેમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવાની માંગ કરી હતી.ધારાસભ્યો એ ગૃહની લોબી અને અંદરના ભાગમાં સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
વિરોધ પક્ષનું કહેવું છે કે જનતાને ખબર પડવી જોઈએ કે તેમના પ્રતિનિધિઓ ગૃહમાં કયા પ્રશ્નો ઉઠાવે છે. વિધાનસભાના અધ્યક્ષે આ પ્રકારના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્યોને શિસ્ત જાળવવા જણાવ્યું હતું, માત્ર મીડિયામાં હાઈલાઈટ થવા માટે કે પ્રસિદ્ધિ મેળવવા માટે ગૃહમાં આ રીતે વિરોધ ન કરો. ગૃહની મર્યાદા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી હોવાની અધ્યક્ષ ટકોર કરી હતી.અને
સાર્જન્ટને બેનર લઈ લેવા અધ્યક્ષે સુચના આપી હતી.સસ્તી પ્રસિદ્ધિથી જન મત નહિ મળે તેમજ કોંગ્રેસ પાસેથી શીખ મેળવવી જોઈએ સસ્તી પ્રસિદ્ધિથી નુકસાન થશે તેવી ટકોર અધ્યક્ષ કરી હતી.