BREAKING NEWS

બોટાદમાં કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત

  • October 12, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જઈ રહ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત સમયે પોલીસ અને ઇસુદાન ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 


ઈસુદાન ગઢવીએ કહ્યું કે, 2027ની ચૂંટણી પછી અમારી સરકાર બનવાની છે અને પહેલી જ કેબિનેટમાં આખે આખા ગુજરાતની પોલીસ ચેન્જ થઈ જશે. બોટાદ માર્કેટયાર્ડ ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડીરાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.

છેલ્લા બે દિવસથી ખેડૂતો કપાસમાં થતાં કડદાને લઈને બોટાદ માર્કેટયાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, ત્યારે આજે રવિવારે (12 ઓક્ટોબર) બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની બગોદરા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application