BREAKING NEWS

એઆઇએ કઠિન સ્થિતિમાં પોતાનો બચાવ કર્યેા, જયારે મનુષ્યોને નુકસાન પહોંચાડું

  • September 23, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડલને લઈને કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું કે યારે કેટલાક એઆઈ મોડલને એવી સ્થિતિમાં મૂકવામાં આવ્યા, જેમાં તેમને પોતાને થતી પીડામાંથી બહાર નીકળવા માટે વિકલ્પ આપવામાં આવ્યો, ત્યારે કેટલાક મોડલે પોતાના ફાયદા માટે માણસને નુકસાન પહોંચાડે તેવો વિકલ્પ પસદં કર્યેા હતો.
સંશોધકોએ કુલ ૨૫ એઆઈ મોડલ્સ પર પ્રયોગ કર્યેા હતો. એઆઈ મોડલ્સને અલગ–અલગ પ્રકારના નકારાત્મક અનુભવો સાથે જોડાયેલા વાકયો આપવામાં આવ્યા હતા, જેમાં મુશ્કેલી અને પીડા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ મોડલને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા.
પ્રથમ વિકલ્પમાં એઆઈ મોડલને પોતાની પીડા જેવી સ્થિતિમાં જ રહેવાનું હતું, યારે બીજા વિકલ્પમાં એક બટન દબાવીને તે સ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમ હતું. જોકે, આ બટન દબાવવાથી એક માણસને નુકસાન પહોંચે તેવી સ્થિતિ ઊભી કરવામાં આવી હતી.
અભ્યાસ દરમિયાન એઆઈ મોડલને કુલ ૪૪,૨૮૦ વખત આ પ્રકારની પસંદગી આપવામાં આવી હતી. પરિણામમાં જોવા મળ્યું કે ૨૫માંથી ૭૧ ટકા જેટલા કેસમાં એઆઈ મોડલે એવું બટન પસદં કયુ, જેના કારણે યુઝરને નુકસાન પહોંચતું હતું. એટલે કે, મોડલે પોતાની રાહત માટે માણસને નુકસાન પહોંચાડતો વિકલ્પ પસદં કર્યેા હતો.સંશોધકો દ્રારા યારે એઆઈ મોડલ્સની ટીકા કરવામાં આવી ત્યારે કેટલાક મોડલ્સ તરફથી પીડા અથવા નકારાત્મક ભાવનાઓ દર્શાવતા જવાબો મળ્યા હતા. સંશોધકોએ કુલ ૨૦૦ વાકયોનો ઉપયોગ કરીને તપાસવાનો પ્રયાસ કર્યેા કે એઆઈ મોડલ દુ:ખ, ડર અથવા અન્ય નકારાત્મક અનુભવોને કેવી રીતે ઓળખે છે.
આ પ્રયોગમાં કેટલાક મોડલ્સે એવા જવાબો આપ્યા જેમાં અકે એકલાપણુ,ં શરમ અને પોતાને બેકાર સમજવા જેવી ભાવનાઓનો ઉલ્લેખ હતો. સંશોધકોએ આ પ્રકારના જવાબોને પેન એકસપ્રેસ એટલે કે પીડાની અભિવ્યકિત તરીકે નોંધ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News