કૃત્રિમ બુદ્ધિમત્તાને કારણે લોકોની નોકરીઓ જોખમમાં છે.એવો સમય દુર નથી કે જયારે માનવીનું સ્થાન મશીનો લેશે. એન્થ્રોપિકના મુખ્ય વૈજ્ઞાનિક જેરેડ કપલાનના જણાવ્યા અનુસાર, એઆઈ ટૂંક સમયમાં માનવ નોકરીઓ સંભાળશે. તેમણે કહ્યું કે આગામી બે થી ત્રણ વર્ષમાં, એઆઈ મોટાભાગની વ્હાઇટ-કોલર ઓફિસ નોકરીઓ કરશે. કપલાને કહ્યું કે એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં માનવોને પાછળ છોડી દેશે અને આખરે પોતાના અનુગામીઓ ડિઝાઇન કરશે. આ માનવતા માટે સૌથી મોટો ખતરો બનશે.કપલાને કહ્યું કે એઆઈ એટલી ઝડપથી સુધરી રહ્યું છે કે આગામી પેઢીને ટૂંક સમયમાં મશીનો સાથે સ્પર્ધા કરવી પડશે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું, "મારું છ વર્ષનું બાળક છે, અને તે ક્યારેય શૈક્ષણિક કાર્યમાં એઆઈને પાછળ છોડી શકશે નહીં.
એઆઈ ધાર્યા કરતા વધુ સ્માર્ટ: કપલાન
કપલાન માને છે કે 2027 થી 2030 સુધીનો સમયગાળો એક વળાંક સાબિત થઈ શકે છે. તે સમય સુધીમાં, એઆઈ સિસ્ટમો તેમના પોતાના અનુગામીઓ, આગામી પ્રકારને ડિઝાઇન અને તાલીમ આપવાનું શરૂ કરશે. આ એક મોટી તક અને નોંધપાત્ર ખતરો બંને સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં, એક એઆઈ સિસ્ટમ તમારા જેટલી જ બુદ્ધિશાળી બની રહી છે. તે એઆઈ બનાવી રહી છે જે પોતાના કરતા વધુ બુદ્ધિશાળી અને સ્માર્ટ છે, અને એઆઈ તેનાથી પણ વધુ સ્માર્ટ એઆઈ બનાવી રહી છે. આ એક ખૂબ જ ડરામણી પ્રક્રિયા છે, અને કોઈને ખબર નથી કે તેનો અંત ક્યાં આવશે.
બે મોટા જોખમનો પણ ઉલ્લેખ
કપલાનએ કહ્યું કે જો આવું થાય, તો બે મોટા જોખમો છે. પહેલો ભય એ છે કે એઆઈ સિસ્ટમો નિયંત્રણ બહાર જશે. જો તેઓ માનવ આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરે તો શું થશે અને શું તેઓ માનવતા માટે ખતરો બનશે? બીજા ભય વિશે બોલતા, કપલાને કહ્યું કે જો આ સિસ્ટમો ખોટા હાથમાં જાય તો શું થશે. જો આવું થાય, તો પરિણામો ભયંકર હોઈ શકે છે.