શહેરના પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હાલ મહારાષ્ટ્ર્રના થાણેમાં રહેતા શખસને પેરોલ ફર્લેા સ્કોવર્ડની ટીમે અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. આરોપીને પ્ર.નગર પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રા વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા રાજકોટ શહેર તેમજ રાયના પેરોલ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ પેરોલ ફર્લેા સ્કોવર્ડના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.બી. ધાસુરા તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શહેરના પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧ માં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુનામાં ફરાર આરોપી ધર્મેશ હરિશ્ચદ્રં ભુછડા (ઉ.વ.૪૭ રહે. ગ્રીષ્માં ઇન્કલેવ મીરા રોડ, થાણે, મહારાષ્ટ્ર્ર, મૂળ સોખડા ચોકડી રાજકોટ)ને અમદાવાદમાં હોટલ ટુુરબ–ઇન પંચકુવા દરવાજા ખાડિયા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. આરોપીને પ્ર.નગર પોલીસના હવાલે કરી જરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી ધર્મેશ સામે ૧૫ વર્ષ પૂર્વે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીનો ગુનો નોંધાયા બાદ તે છેલ્લા દોઢ દાયકાથી નાસતો ફરતો હતો આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં પેરોલ ફર્લેા સ્કોવર્ડના એએસઆઈ ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સિરાજભાઈ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઈ કછોટ, અંકિતભાઈ નિમાવત, કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મૂળિયા અને દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતા.