આ કેશની ટુકમાં હકીકત એવી છે કે, જામનગરના સીકકામાં નોકરી કરતા ચીંતન પ્રેમજીભાઈ ગોહીલનાઓએ ભોગ બનનાર સાથે લગ્ન કરવાનાજ છે અને મૈત્રી કરાર કરી અને શાથે રહેલ અને ભોગબનનાર દ્વારા શરીર શંબંધ બાંધવાનીના પાડતા આરોપીએ છરી બતાવી ભોગબનનાર તથા તેના પરીવારને નુકશાન પહોચાડવાની અને ફરીયાદીના ભાઈને મારી નાખવાની ધમકી આપી ભોગબનનાર સાથે બળજબરીથી અવાર નવાર શરીર શંબંધ બાંધી બળાત્કાર કરેલ તે મુજબની હકીકતો વાળી ફરીયાદ સિક્ક પોલીસ સ્ટેશેનમાં આવતા આરોપી ચીંતન પ્રેમજીભાઈ ગોહીલ સામે સીકકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૭૬ (૨) (એન) તથા ૫૦૬ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી.
આરોપીની ધોરણસર અટક કરવામાં આવેલ અને આરોપી સામે જામનગર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ જે કેશ જામનગર સેસન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે કુલ ૫ મૈખિક અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપી તરફે પણ બચાવમાં કુલ ૨ દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ નીશંક પણે સાબીત કરેલ છે અને આરોપીને મહતમ સજા કરવા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ જે સામે આરોપી તરફે વકીલ અશોક એચ.જોશી દ્વારા વિવિધ કાયદાકીય મુદાઓ પર દલીલો કરી અને ફરીયાદ પક્ષ પોતાનો કેશ શાબિત કરી શકેલ નથી અને આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત કરેલ ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના એડી.સેસન્સ જજ સાહેબ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેશ નીશંક પણે સાબીત કરી શકેલ નથી તેવું ઠેરવી આરોપી ચીંતન પ્રેમજીભાઈ ગોહીલ ને નીર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કરેલ છે.આ કામે આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી રોકાયેલ હતા.