આ કેસની હકીકત મુજબ ગોકુલ નગર શેરી નંબર એકમાં રહેતા કિશોરભાઈ રણછોડભાઈ દેથલીયાએ મિત્રતાના દાવે ગોકુલ નગર શેરી નંબર 2 માં રહેતા યોગેશ શરદભાઈ કોઠીયા પાસેથી લીધેલા રૂા. 4 લાખની ચુકવણી માટે આપેલા બે ચેક પૈકી બેંકમાં રજૂ કરેલો રૂ. 3 લાખનો ચેક વગર વસુલાતે પરત ફરતા યોગેશ કોઠીયા દ્વારા કિશોર દેથલીયાને લીગલ નોટીસ પાઠવવા છતા સમય મર્યાદામાં રકમ ન ચુકવતા ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલતા કોર્ટે બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી કિશોર દેથલીયાને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક મહીનામાં પરત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર, મદદનીશ તરીકે કિશન ભીમાણી, હિરેન એસ. વિઠ્ઠલાપરા, એસ. સી. વિઠ્ઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ અને સચિન આર. દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech