સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થિનીઓએ તેમના મોબાઈલમાં ચેટજીપીટીમાં ' હાઉ ટુ કમિટ સ્યુસાઈડ' (આત્મહત્યા કઈ રીતે કરવી) સર્ચ કરીને રીતો વિશેની જાણકારી મેળવી હતી. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ઘટનાસ્થળેથી પોલીસને કેટલીક ઇન્જેક્શનની સિરીંજ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાના સંકેત આપે છે. ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા સંજોગોમાં આ તેજસ્વી વિદ્યાર્થીનીઓને આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી છે.
આ સમગ્ર મામલે ડીંડોલીના પીઆઈ આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંદિરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે એફએસએલમાં મોકલીશું. હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application