BREAKING NEWS

જેતપુરમાં યુવકની નિર્મમ હત્યા પ્રકરણમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

  • July 09, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત મંગળવારના રોજ કમલેશભાઈ વાઘેલાની નિર્મમ હત્યા નિપજવાના બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કાળુ વાઘેલાની પત્ની નીતાબેને બારેક વર્ષ પૂર્વે તેઓ જેતપુર રહેતા હતા ત્યારે કમલેશ વાઘેલા સાથે મૈત્રી કરાર કરી લીધા હતાં. જેથી કાળુભાઇના બે પુત્ર અને એક પુત્રી નોંધારા બની ગયા હતાં. મૈત્રી કરારના થોડા સમયમાં જ કાળનું અવસાન થતાં ત્રણેય સંતાનો માતા પિતા વગરના થઈ ગયા હતાં. જેમાં કમલેશએ પુત્રીને દત્તક લઈ તેના લ કરાવી દીધા હતાં. પરંતુ નીતાબેનના મોટા પુત્ર જયેનના માતા સાથે મૈત્રી કરાર કરી પિતાનું ઘર ઉજાડનાર અને પોતાના તેમજ નાના ભાઈ બંનેને માતા પિતા વગર કરનાર તરીકે કમલેશ જ લાગતા હોવાથી
એક ખૂનનો વીડિયો જોઇ અને તેવી રીતે હત્યા કરવાની નિર્ણય લઈ પોતાના મિત્ર ધ્રુવ નૈયા સાથે વીરપુર જલારામ ગામ આવેલ અને ત્યાંથી એક ધારદાર છરી ખરીદી બંનેએ કણકિયા પ્લોટ વિસ્તાર બાજુ વાલ્મિકી વાસ બહાર  કમલેશભાઈની શોધખોળ કરી હતી પરંતુ તેઓ કયાંય મળ્યા ન હતાં. જેથી મંગળવારે ફરી અહીં આવી કણકિયા પ્લોટમાં કમલેશની રાહ જોઇને ઉભા હતાં ત્યાં બપોરના સમયે કમલેશ છાશ, બરફ લેવા નીકળ્યો અને યેન તેનો જોઇ જતાં તેણે પ્રથમ ઉગ્રતાથી વાત કરી અને ત્યારબાદ પેન્ટના નેફામાંથી છરી કાઢી હત્પમલો કરવા લાગ્યો, બીજીબાજુ લોહીલુહાણ હાલતમાં કમલેશભાઈ બચાવો બચાવો મેં કઈ કયુ નથી તેવી બુમો પાડતાં દોડતા હતા પરંતુ યેને છરીના ઘા જ મારતા સ્થળ પર જ કમલેશનું મોત નીપયું હતું.
આ બાજુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ખૂની યેન અને તેના સાથીદાર ધ્રુવની સીટી પોલીસે ધરપકડ કરી લઈ કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application