ભોગ બનનારને બે લાખ રૃપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
જામનગર માં એક યુવતી ને જામનગર થી રાજકોટ લઈ જઇ ત્યાં તેણી સાથે શરીર સંબંધ બાંધવ અંગે ના કેસ માં એક આરોપી ને ૧૦ વર્ષ ની સજા નો અદાલતે હુકમ કર્યોં છે.
જામનગરમાં રહેતી એક યુવતી ને તેની પડોશમાં એક મકાનમાં કામે આવતા અમિત નામના યુવાન સાથે પરિચય થયો હતો .ત્યાર પછી પોતા ના નાનાભાઈ ની પત્ની હિરલબેન સાથે યુવતી ને મોબાઈલ ફોન મોકલ્યો હતો. જેમાં યુવક અને યુવતી બંને વાતો કરતા હતા. દરમિયાન તારીખ ૨૨/૭/૨૦૧૮ ના રોજ અમિત દિનેશભાઈ પઢીયાર એ યુવતી ને ફોન કરીને જણાવ્યું હતું કે આપણે પરિવાર સાથે બહારગામ ફરવા જવું છે. જેમાં ના પાડી હતી આમ છતાં રાત્રે અઢી વાગ્યે આ યુવક યુવતી ના ઘર પાસે ગયો હતો અને ફોન કરી ને પોતાની સાથે બહારગામ ફરવા જવા માટે દબાણ કરતાં એ યુવતી આવી હતી. અને દિગ્જામ સર્કલ પાસે એક બોલેરો કાર ઊભી હતી તેમાં અમિત તેના મિત્ર કપિલ અમિત ની ભાઈ મયુર તેની પત્ની હિરલ અમે અતમીત નો મિત્ર કાનો બધા સાથે મળીને યુવતી ને લઈ ને રાજકોટ ગયા હતા.
જ્યાં આરોપીના બહેન કિરણબેન ના ઘરે રોકાયા હતા. જ્યાં યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને ત્યારપછી જામનગર પરત આવ્યા હતા.
આ બનાવવા અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ વી. પી. અગ્રવાલ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષે ૧૯ શાહેદો તપાસવામાં આવ્યા હતા. તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી અમિત દિનેશભાઈ પઢીયારને દસ વર્ષની સજા અને રૂ. ૧૭ હજારના દંડનો હુકમ કર્યો હતો. અને ભોગ બનનાર ને રૂ. બે લાખ નું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.