જામનગરમાં સગીરા સાથે બળજબરીનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજાનો હુકમ થયો છે.
આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની સાત વર્ષની પુત્રીને આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણા (રે.ચુનારા વાડ-રાજકોટ, હાલ જામનગર) તા. ૨૪/૧૧/૨૦૨૧ ના રોજ સાંજે પોતાના નાનીના ઘરે જાવ છું, તેમ કહીને જતી હતી ત્યારે આ કામના આરોપીએ તેણીને પંતગ આપવાનુ કહી તેના ઘરમાં લઈ જઈ ખોળામાં બેસાડ્યા પછી, સેટી-પલંગ ઉપર સુવડાવી હતી. આ સમયે બાળકીએ બૂમાબૂમ કરતા હેબતાયેલા આરોપીએ તેણીને છોડી દીધી હતી.
આ બનાવ અંગે બાળકીના વાલી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણા સામે સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયધીશ વી.પી. અગ્રવાલ સમક્ષ ચાલી જતા સરકાર તરફે ૧૧ સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા અને રૂપિયા ૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો, તેમજ ભોગ બનનારને રૂ. ૫૦ હજારનું વળતર ચૂકવવા પણ હુકમ થયો હતો. આ કેસમા સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech