આજનો દિવસ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા માથે ભારે, વરસાદનું રેડ એલર્ટ અપાયું, રાજકોટમાં ભારે વરસાદ પડશે, જુઓ બીજે ક્યાં કેવી છે વરસાદની આગાહી

  • June 17, 2025 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારેઆણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application