પોરબંદરના ઓડદર નજીક દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા હતા. અનેક જગ્યાએ આ પ્રકારે બિનવારસુ જથ્થો રાજ્યના દરિયાકાંઠેથી પોલીસને પ્રાપ્ત થઇ રહ્યો છે ત્યારે પોરબંદર નજીકના દરિયાકાંઠે પણ મુદ્ામાલ મળી આવ્યો છે.જેમાં હાર્બર મરીન દ્વારા તપાસનો ધમધમાટ શ થયો છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદર પોલીસની ટીમ ઓડદર નજીક પેટ્રોલીંગમાં હતી ત્યારે દરિયાકિનારે શંકાસ્પદ હાલતમાં બે પેકેટ નશીલા પદાર્થના હોવાનું પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક તેનો કબ્જો લીધો હતો અને તપાસ કરવામાં આવતા એ બંને પેકેટ ચરસના હોવાનું જાણવા મળ્યુ હતુ. હાર્બર મરીન પોલીસમથકના ઇન્સ્પેકટર સાળુંકેએ આપેલી માહિતી પ્રમાણે દ્વારકા સહિતના વિસ્તારોમાં રેઢા ચરસના પેકેટ મળી રહ્યા છે એ જ રીતે હાર્બર મરીન પોલીસ મથક વિસ્તારમાં પણ બે પેકેટ ચરસના પ્રાપ્ત થયા હતા જેનું વજન કરવામાં આવતા ૨ કિલો ૫૭૫ ગ્રામ થયુ હતુ અને તેની કિંમત ૩ લાખ ૮૬ હજાર ૨૫૦ થવા જાય છે. ત્યારે આ જથ્થો કબ્જે કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ગુજરાતના દરિયામાં અનેક જગ્યાએ દરિયાના તોફાની મોજા દ્વારા સમુદ્રના કાંઠે આ પ્રકારના ચરસના પેકેટ મળી રહ્યા છે ત્યારે સમુદ્રમાંજ કોઇએ મોટીમાત્રામાં જથ્થો ફેંકયો હોવાની શકયતા જણાઇ રહી છે. ત્યારે હાર્બર મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech