ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો અસક્ષા ત્રાસ છે. મહાનગર પાલિકા તંત્ર જાડી ચામડીનુ થઈ ગયુ છે. લોકોના જીવ ગયા છતા ઢોરની સમસ્યામાંથી છુટકારો નથી મળ્યો, શહેરના અક્ષરપાર્ક સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ છે. અહીં એકટીવા ચાલકને અડફેટે લીધા હતા, ઢોરે હુમલો કરતા એક્ટીવાના ચાલક જીવ બચાવવા ફાફા મારવા લાગ્યા હતા, અફરાતફરીના માહોલથી ભય ફેલાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ભાવનગર શહેરમાં રખડતા ઢોર હવે નિર્દોષ લોકોને ભોગ બનાવી રહ્યા છે, મહાનગર પાલિકાએ ઢોરનો ત્રાસ દુર કરવા ચાર વાડા બનાવ્યા છે. બે હજારથી વધુ ઢોર ડબ્બે પૂર્વા છે, પરંતુ રસ્તા પર ઢોર જોવા મળી રહ્યાછે, જેને પકડવાની કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હોય તેમ ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં ૪૦ ફૂટના રોડ પર ગત ૨૩ મેના રોજ એક રખડતા ઢોર સાથે એકટીવા ચાલક યુવકનો અકસ્માત થયો હતો. ઢોરે ત્યાં રહેલા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો, જોકે ત્યાં ઉપસ્થિત લોકોએ માંડ માંડ આ આધેડને બચાવ્યા હતા, સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા, ત્યારે રખડતા ઢોરની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech