ઉર્જાથી લઈને સંરક્ષણ સુધીના વ્યવસાયોમાં વર્ચસ્વ ધરાવતા અદાણી જુથે હવે પોતાનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તારવાનો નિર્ણય લીધો છે અને પોતાની એરલાઈન શ કરવાની તૈયારી બતાવી છે. સરકારી અધિકારીઓ અને કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપે દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ – નવી દિલ્હી અને મુંબઈ – ના સંચાલકોને શેડુલ્ડ એરલાઇનમાં ૧૦% થી વધુ હિસ્સો રાખવાથી પ્રતિબંધિત કરતા નિયમમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. આનાથી ઉર્જાથી લઈને સંરક્ષણ સુધીના વ્યવસાયો ધરાવતા જૂથને એરલાઇન શ કરવામાં અને ઉડ્ડયન ક્ષેત્રમાં તેની પહોંચ વધારવામાં મદદ મળશે. જૂથ પહેલાથી જ આ ક્ષેત્રમાં આઠ એરપોર્ટ ચલાવે છે, અને પાઇલટ તાલીમ, વિમાન સમારકામ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગમાં મજબૂત હાજરી ધરાવે છે. અદાણી હાલમાં મુંબઈ એરપોર્ટમાં ૭૪% હિસ્સો ધરાવે છે, યારે જી એમ આર એરપોટર્સ દિલ્હી એરપોર્ટમાં ૭૪% હિસ્સો ધરાવે છે.મંત્રાલય નિયમમાં પાછલી અસરથી થયેલા ફેરફારોની કાનૂની માન્યતા અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાનો અભિપ્રાય માંગી રહ્યું છે. આ નિયમ ૨૦૦૬ માં આ બે એરપોર્ટના ખાનગીકરણ દરમિયાન થયેલા કરારોમાં સામેલ હતો. આવા કોઈપણ ફેરફાર માટે કેબિનેટની મંજૂરીની જર પડશે. વરિ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સંભવત: એક સારી રીતે ભંડોળ ધરાવતી એરલાઇન ઓપરેટર ઇચ્છે છે જે ઇન્ડિગો અને એર ઇન્ડિયાના દ્રંદ્રયુદ્ધને તોડવા માટે જરી સ્પર્ધા શ કરી શકે, જે એકસાથે સ્થાનિક બજારના લગભગ ૯૦% ભાગને નિયંત્રિત કરે છે.