વાહનોમાં મુસાફરી કરતી વખતે સલામતીના કાયદાઓને વધુ કડક બનાવવા બાબતે સુપ્રીમ કોર્ટે એક મોટો અને સ્પષ્ટ્ર નિર્ણય સંભળાવ્યો છે. નવી દિલ્હી સ્થિત સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વાહનોમાં સીટ બેલ્ટ સહિતના સુરક્ષા ઉપાયોના અનિવાર્ય પાલન માટે દેશમાં અગાઉથી જ પૂરતા અને સક્ષમ કાયદાઓ ઉપલબ્ધ છે. આ કારણોસર, અદાલતે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર કોઈ પણ નવો નિર્દેશ આપવાનો સ્પષ્ટ્ર ઇનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે માત્ર નવો આદેશ આપવાનો ઇનકાર કર્યેા નથી, પરંતુ સાથેસાથે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ ટકોર પણ કરી છે. કોર્ટે સરકારને જણાવ્યું છે કે વાહનોમાં સીટ બેલ્ટ, ચાઇલ્ડ રેસ્ટિ્રટં સિસ્ટમ (બાળકો માટેની સુરક્ષા વ્યવસ્થા) અને ફસ્ર્ટ–એડ કિટ અનિવાર્ય તથા કડક ક્રિયાન્વયન સંબંધિત એક પ્રતિવેદન (મેમોરેન્ડમ) પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે. આ પગલાંનો હેતુ માર્ગ અકસ્માતો દરમિયાન થતી જાનહાનિને લઘુત્તમ કરવાનો અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.આ સુનાવણી દેશના વરિ ન્યાયાધીશોની બનેલી પીઠ દ્રારા હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સુરક્ષા કાયદાઓની અવગણના તથા સંબંધિત અધિકારીઓ તરફથી જોવા મળતી શિથિલતા કે ઢીલાશ એ મૂળભૂત રીતે કાયદો–વ્યવસ્થા જાળવી રાખવા અને યાતાયાતનું શિસ્ત લાગુ કરવા સાથે સીધી જોડાયેલી ગંભીર બાબત છે.