અમેરિકામાં એક પછી એક સર્જાઈ રહેલી ટેક્નિકલ ખામીઓને કારણે માઈક્રોસોફ્ટ અને હવાઈ સેવા પછી હવે બેન્કિંગ સેવા ખોરવાઈ ગઈ છે. દેશની સૌથી મોટી બેન્કોની ઓનલાઇન સેવાઓમાં મુશ્કેલી સર્જાઈ છે. યુનાઇટેડ એરલાઇન્સનું નેટવર્ક પણ બંધ પડી જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારે બેન્ક ઓફ અમેરિકા, ચેઝ, જે.પી. મોર્ગન, યુ.એસ. બેન્ક, વેલ્સ ફાર્ગો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઝેલના ગ્રાહકોએ ઓનલાઇન બેન્કિંગ અને નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક ગ્રાહકો પોતાના ખાતામાં પ્રવેશ મેળવી શકતા નહોતા, જ્યારે કેટલાકના નાણાકીય વ્યવહારો અટકી ગયા હતા.
જે.પી. મોર્ગન ચેઝના આંતરિક હાર્ડવેર સાથે સંકળાયેલા સોફ્ટવેરમાં ખામી સર્જાવાને કારણે નાણાકીય વ્યવહારો ધીમા પડી ગયા હતા. તેની અસર અન્ય બેન્કો સાથે થતા વ્યવહારો ઉપર પણ પડી હતી. જોકે, ચેઝ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે આ સમસ્યા કોઈ સાયબર હુમલાને કારણે સર્જાઈ નહોતી. ગ્રાહકોને તેમના ખાતામાં રહેલાં નાણાં ઉપલબ્ધ હતાં, પરંતુ કેટલાક વ્યવહારોમાં સામાન્ય કરતાં વધુ સમય લાગતો હતો.
બીજી તરફ યુનાઇટેડ એરલાઇન્સે પણ સોમવારે બપોરે પોતાની સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાયાની પુષ્ટિ કરી હતી. હ્યુસ્ટનમાં એક વિમાનના પાઇલટે એરલાઇન્સની સિસ્ટમ ફરી કાર્યરત થાય શકે છે. આ હથિયારને ’ડર્ટી બોમ્બ’ કહેવામાં આવ્યું છે. જોકે, તેહરાને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
અહેવાલ મુજબ, યુએસ ગુપ્તચર માહિતી સૂચવે છે કે ઈરાન વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને ડર્ટી બોમ્બ અથવા રાસાયણિક હથિયારથી નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાને આ બાબતે ગુપ્ત માહિતી મળી છે.
ઈરાનની હાલની યોજના તાત્કાલિક હુમલો કરવાની નથી, પરંતુ વિકલ્પો તૈયાર કરવાનો છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા દ્વારા પ્રાપ્ત માહિતી ખૂબ જ સચોટ છે, જેમાં ચોક્કસ સ્થાનો અને લક્ષ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકાએ આકસ્મિક યોજનાઓ પર ઝડપથી કામ શરૂ કર્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા લોરેન બિસ કહે છે કે અમેરિકા તમામ સંભવિત ખતરાઓ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હાલમાં દેશ માટે કોઈ નક્કર ખતરો નથી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને રાસાયણિક હથિયારોના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, તેમને ખોટા અને બનાવટી ગણાવ્યા છે. ઈરાને ’ડર્ટી બોમ્બ’ સંબંધિત ગુપ્ત માહિતીનો સ્પષ્ટ જવાબ પણ આપ્યો નથી.
અહેવાલ મુજબ, અધિકારીઓએ છેલ્લા અઠવાડિયામાં આ ખતરાને પહોંચી વળવાના માર્ગો પર ચચર્િ કરવા માટે ઘણી બેઠકો યોજી છે અને આ યોજનાને સમજદારીભરી ગણાવી છે. ઈરાન તરફથી ધમકીઓને કારણે ગયા અઠવાડિયે સિક્રેટ સર્વિસ દ્વારા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને લશ્કરી આવાસમાં ખસેડ્યા પછી આ વિકાસ થયો છે.