BREAKING NEWS

જમુઈ કાંડ બાદ સમસ્તીપુરમાં પણ સગીર બાળાની છેડતી, બળજબરી

  • September 24, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના જમુઈમાં એક સગીર છોકરી સાથે છેડતીનો કેસ હજુ પણ તાજો જ છે ત્યારે હવે સમસ્તીપુરમાંથી પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. સમસ્તીપુર જિલ્લાના કરપુરીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જગતસિંહપુર ગામમાં કેટલાક યુવાનો દ્રારા એક છોકરી સાથે છેડતી, દુવ્ર્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ પોલીસે તપાસ શ કરી છે.પોલીસે છેડતી કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે. વાયરલ વીડિયોના આધારે, તેઓએ મોડી રાત્રે દરોડા પાડા અને ચાર આરોપીઓને તેમના ઘરેથી ધરપકડ કરી. ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શ કરવામાં આવી છે.અહેવાલ છે કે એક છોકરી જગતસિંહપુર ગામમાં બધં બાયપાસ રોડ પર એક છોકરા સાથે ચાલી રહી હતી. છોકરીએ રસ્તા પર રોકાઈને ફોટા પાડા.એ વખતે આસપાસના કેટલાક યુવાનો ત્યાં પહોંચ્યા અને છોકરી સાથે દુવ્ર્યવહાર કરવાનું શ કયુ. છેડતી અને અયોગ્ય સ્પર્શના પણ આરોપ છે.
આ સમય દરમિયાન, કોઈએ આખી ઘટના તેમના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી. થોડા સમય પછી, તે જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો વાયરલ થયા પછી, મામલો પોલીસ સુધી પહોંચ્યો, અને તેમણે તપાસ શ કરી.
સ્થાનિકોના મતે, વાયરલ વીડિયોમાં દેખાતા યુવાનો જગતસિંહપુર ગામના રહેવાસી હોવાનું માનવામાં આવે છે. જો કે, પોલીસે હજુ સુધી કોઈપણ આરોપીની ઓળખની સત્તાવાર પુષ્ટ્રિ કરી નથી. પોલીસ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાનું કામ કરી રહી છે.વીડિયો સામે આવ્યા પછી, સમસ્તીપુર પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે. એસપી અરવિંદ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને આરોપીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. પોલીસ ઘટના સ્થળ, વાયરલ વીડિયોની સત્યતા અને તેમાં દેખાતા લોકોની ઓળખની તપાસ કરી રહી છે.પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ્ર થશે કે આ ઘટનામાં કોણ સામેલ હતું અને વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સંપૂર્ણ સત્યતા શું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application