રાજકોટના TRP અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક અધિકારી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના સકંજામાં આવ્યા છે. તત્કાલીન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને હાલમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અજયભાઈ મનસુખભાઈ વેગડ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ACBની તપાસમાં તેમની આવક કરતાં 75 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ બહાર આવી છે, જે તેમની આવક કરતાં 38.76 ટકા વધુ છે.
ACBની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 1 એપ્રિલ 2014 થી 3 જૂન 2024 સુધીના સમયગાળામાં અજયભાઈ વેગડના ખાતામાં અલગ-અલગ ચેક મારફતે લગભગ 65 લાખ રૂપિયા જમા થયા હતા. આટલી મોટી રકમ જમા થતાં ACBને શંકા ગઈ હતી, જેના કારણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં ACBએ અજયભાઈ વેગડ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(b) અને 13(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ACB આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અજયભાઈ વેગડની અન્ય સંપત્તિઓ વિશે પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech