અમદાવાદ આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદમાં એર ઇન્ડિયાની લાઇટ એઆઇ૧૭૧ ક્રેશ થઈ હતી, જેમાં એક મુસાફર સિવાય તમામ ૨૪૧ લોકો માર્યા ગયા હતા. વિમાન મેડિકલ કોલેજ કેમ્પસમાં અથડાતાં માત્ર પાઇલટ, ક્રૂ અને મુસાફરો જ નહીં, પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ માર્યા ગયા હતા. દુર્ઘટનાના એક વર્ષ પછી મોટો ઘટસ્ફોટ થયો છે. એરક્રાટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એફઆઇબી) ચીફ કેપ્ટન સીએસ રંધાવાએ જણાવ્યું હતું કે બોઈંગ ૭૮૭ એ ક્રેશ પહેલા ઓછામાં ઓછા દસ એન્ક્રિપ્ટેડ (કોડ વડર્સમાં) હેલ્થ મોનિટરિંગ કોડ મોકલ્યા હતા, જેને અવગણવામાં આવ્યા હતા. વિમાન ઉડાન ભર્યાના ૧૫ મિનિટ પહેલા અને મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા દસ ખાસ એલર્ટ મોકલવામાં આવ્યા હતા.
રંધાવાએ જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાના એક વર્ષ પછી પણ, ઘણા પ્રશ્નો બાકી છે. અકસ્માત કેમ અને કેવી રીતે થયો, કોની ભૂલ હતી? આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના નક્કર જવાબો હજુ પણ અધૂરા છે. દરમિયાન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટસ (એફઆઇબી)એ તપાસમાં નોંધપાત્ર ખામીઓનો આરોપ લગાવ્યો છે. તેઓએ તપાસની તકનીકી દિશા અને એરક્રાટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)ની પારદર્શિતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. એફઆઇબીનો દાવો છે કે ક્રેશ થયેલા વિમાને ટેકઓફ પહેલાં દસ ચેતવણીઓ મોકલી હતી.
શઆતની તપાસ પ્રત્યે અસંતોષ વ્યકત કરતા રંધાવાએ કહ્યું, તપાસ ઉતાવળમાં પાઇલટ પર કેન્દ્રિત કરવામાં આવી હતી, ઇલેકિટ્રકલ નિષ્ફળતાની શકયતા પર નહીં. ક્રેશ વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા, રંધાવાએ કહ્યું, પ્રારંભિક રિપોર્ટમાંથી એરક્રાટ કોમ્યુનિકેશન એડ્રેસિંગ એન્ડ રિપોટિગ સિસ્ટમના મેસેજોને બાકાત રાખવામાં આવ્યા હતા.
રંધાવાએ સમજાવ્યું કે આ કોડ ફકત બોઈંગ દ્રારા જ ડીકોડ કરી શકાય છે, પરંતુ એર ઇન્ડિયા પણ તેમને વાંચી શકતી નથી. તેમણે સમજાવ્યું કે આ સિસ્ટમ એન્જિનની ગતિ, યુલનું દબાણ, હાઇડ્રોલિક દબાણ વગેરે સહિત સેંકડો પરિમાણો પર મેસેજો મોકલે છે. તેમણે પ્રશ્ન કર્યેા, આ ડેટા એએઆઇબી સાથે કેમ શેર કરવામાં આવ્યો નથી? અમે મંત્રાલયને પત્ર લખીને માંગ કરી છે કે આ ટ્રાન્સક્રિપ્ટ તાત્કાલિક ડીકોડ કરવામાં આવે.રંધાવાએ એએઆઇબીની ટીકા કરતા પૂછયું કે અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની દસ મહિના સુધી પૂછપરછ કેમ કરવામાં આવી નહીં. આ વિલબં ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે પાઇલટના ૯૧ વર્ષીય પિતાને હેરાન કરવામાં આવ્યા હતા. રંધાવાએ આરોપ લગાવ્યો કે વિમાને એઆઇ૧૭૧ તરીકે ઉડાન ભરતા પહેલા ટેકનિકલ ખામીની જાણ કરી હતી