જામનગર: રૂ.3,000 ની લાંચ સાથે રંગેહાથ ઝડપાયેલ તાલુકા પંચાયત કચેરીના જુનિયર ક્લાર્કને ચાર્જશીટ પહેલા જામીન મુક્ત કરતી અદાલત
આરોપીના વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જેવી મહત્વપૂર્ણ તપાસ પણ બાકી હોવાની દલીલો સરકાર પક્ષે થયેલ અને જુનિયર ક્લાર્ક જયા નોકરી કરતા તે કચેરીમાં પણ હજુ રેકર્ડ અંગેની તપાસ બાકી હોવાની દલીલો પણ થયેલ
આ કેસની હકિકત એવી છે કે, જામકલ્યાણપુર ખાતે વકીલાત કરતા ફરીયાદી નીતિનભાઈ જગદીશભાઈ મૈયા પોતેની જમીનના ટાઇટલ ક્લીરંસ સર્ટીફીકેટ બનાવવા માટે તાલુકા પંચાયત કચેરીમાંથી ખેતી ઉપર કોઈ તગાવનું લેણું સરકાર શ્રીનું બાકી ન હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે, આ પ્રમાણપત્ર તાલુકા પંચાયત કચેરી કલ્યાણપુર ખાતેથી મેળવવું જરૂરી હોય છે, અને આ પ્રમાણપત્ર કઢાવવાનું કામ આરોપી રવી મનસુખભાઈ ભરાડીયા કે જેઓ તાલુકા પંચાયત કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોય છે, તેમની કામગીરીમાં આવે છે અને તેઓએ આ ફરીયાદી પાસેથી તમાગીના ત્રણ પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ.3,000/-ની લાંચ માંગેલ અને તે લાંચ બાબતે ફરીયાદીએ લાંચ રુશ્વત ખાતામાં ફરીયાદ કરેલ અને ત્યારબાદ ફરીયાદી પાસેથી આ પ્રમાણપત્ર કાઢી આપવાની લાંચની રકમ લેવા જતા આરોપી જુનિયર ક્લાર્ક રવી મનસુખભાઈ ભરાડીયા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ ગયેલ અને આરોપી પાસેથી લાંચની રકમ કબ્જે કરવામાં આવેલ અને એ.સી.બી.ના નિયમ મુજબ તેમના હાથ અને તેઓએ આ લાંચની રકમ સ્વીકાર કરી અને પોતાના ગજવામાં નાંખેલ તે તમામ પુરાવા રેકર્ડ કરી લેવામાં આવેલ અને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ, જેથી આરોપીએ માન.અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને માન.અદાલત સમક્ષ તપાસ કરનારે સોગંદનામું રજુ કરી અને સરકાર પક્ષે દલીલો થયેલ કે, આરોપીને લાંચની રકમ માંગેલ છે અને સ્વીકારન પણ છે, અને પોતાના ગજવામાં પણ રાખેલ છે, અને તે તમામ પુરાવા ધ્યાને લેતા આરોપી સામે સ્ટ્રોંગ કેસ છે, હાલ જ ફરીયાદ દાખલ થયેલ છે અને આ ગુનામાં મહત્વપૂર્ણ તપાસ જેવી કે, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ અને આરોપી જે કચેરીમાં નોકરી કરતા તે રેકર્ડની તપાસ અને તે કચેરીના નીચનો પણ લેવાના બાકી છે, જો તેમને જામીન મુક્ત કરવામાં આવશે તો આ મહત્વપૂર્ણ તપાસ અટકી જશે અને એક જ ઓફીસમાં કામ કરતા વ્યક્તિઓને કોઈ અન્ય સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે અને ભષ્ટાચારનો વ્યાપ જયારે આટલો હદે વધતો હોય અને સરકાર તે ડામવા પ્રયત્નશીલ છે અને તમામ મશીનરીઓને કામે લગાડેલ છે, તે સંજોગોમાં જો આટલી મહત્વપૂર્ણ તપાસ બાકી હોય તથામાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં તેની ખોટો મેસેજ પ્રસાર થશે, જેથી જામીન અરજીનો સખત વિરોધ કરેલ, તેની સામે આરોપી પક્ષે પણ ધારદાર રજુઆતો કરવામાં આવેલ અને માન.અદાલત સમક્ષ જામીન અરજીમાં આરોપીનો બંધારણીય અધિકાર પણ હોય છે અને વખ્તો વખ્ત સર્વોચ્ચ અદાલતે જયારે આરોપીની હાજરી સીક્યોર થતી હોય તેઓ કયાય નાઠા ભાગી જાય તેમ ન હોય, તે જણાવ આવે તો તેમને જામીન મુક્ત કરવા જોઈએ અને તપાસમાં આરોપી સહકાર તમામ રીતે આપવા તૈયાર છે, તો તે સંજોગોમાં જામીન મુક્ત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ, આમ તમામ દલીલો ધ્યાને લઈ અને આ કેસમાં આરોપી રવી મનસુખભાઈ ભરાડીયાના એ.સી.બી ના કેસમાં ચાર્જશીટ પહેલા જામીન મુક્ત કરવાની હુકમ કરેલ આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ.રાચ્છ વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.