રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી-૨ ડેમ અને રાજકોટના જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા લાલપરી તળાવ સહિત સૌરાષ્ટ્રના છ જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે.
વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી-૩માં ૦.૩૦ ફૂટ, ગોંડલના વેરીમાં ૧.૦૨ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, પડધરી તાલુકાના ખોડાપીપરમાં ૦.૧૬ ફૂટ, ઇશ્વરીયામાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૩૩ ફૂટ, ડેમી-૧માં ૦.૨૩ ફૂટ, ડેમી-૨માં એક ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૧૦ ફૂટ, જામનગર જિલ્લામાં ઊંડ-૩માં ૦.૧૦ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૩ પૈકી એક પણ ડેમ ઉપર વરસાદ નોંધાયો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાના આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૧ મીટર સુધી, ભાદર-૨નો એક દરવાજો ૦.૦૬ મીટર સુધી અને મોરબી જિલ્લામાં મચ્છુ-૩નો એક દરવાજો ૦.૦૭૫ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયા બાદ આજે સતત ત્રીજા દિવસે ઓવરફ્લો યથાવત રહ્યો છે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦.૦૦ ૨૧.૦૦ ફૂટ
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦.૦૦ ૧૫.૬૦ ફૂટ
ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦.૦૦ ૧૮.૧૦ ફૂટ
લાલપરી ૧૫.૦૦ ફૂટ ૦.૧૬ ૧૩.૬૦ ફૂટ