પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી અત્યાધુનિક નમો ભારત રેપિડ ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે બંને શહેરો વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરોની દિનચર્યા પર સીધી અસર પડી છે.
રેલવે વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલતી આ હાઇ-સ્પીડ ટ્રેન સેવા બે દિવસ બંધ રહેશે. આ અગવડતાથી મુસાફરોને સાવચેત રહેવા માટે રેલવે પ્રશાસન દ્વારા અગાઉથી જ સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે.
વિગતવાર સમયપત્રક મુજબ, અમદાવાદથી ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેન આજે તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંપૂર્ણપણે રદ રાખવામાં આવી છે.. જ્યારે સામે દિશામાંથી એટલે કે ભુજથી અમદાવાદ આવતી ટ્રેન નંબર ૯૪૮૦૨ બે દિવસ માટે એટલે કે તારીખ ૨૮ સપ્ટેમ્બર અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન દોડશે નહીં.
આ ટ્રેનો રદ થવાને કારણે અમદાવાદ અને ભુજ સિવાય બંને માર્ગ પર આવતા વચ્ચેના તમામ રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરનારા હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરોએ અગાઉથી ટિકિટો બુક કરાવેલી હોવાથી તેમને રિફંડ મેળવવાની પ્રક્રિયા અથવા વૈકલ્પિક વ્યવસ્થાઓ તરફ દોડવું પડી રહ્યું છે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પડેલી આ અગવડતા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મુસાફરોને સ્ટેશન પર પહોંચતા પહેલાં અથવા મુસાફરીનું કોઈ પણ નવું આયોજન કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ કે સ્ટેશન પરથી ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
આણંદ-બોરસદ રોડ પર આવેલા એક રિસોર્ટ નજીક બે બાઈક વચ્ચે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા 6 યુવાનો બોરસદ તાલુકાના નાપાવાંટા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, બોરસદ જવાના રસ્તે એક રિસોર્ટ પાસે બે બાઈક સામસામે પૂરઝડપે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકના ભૂક્કા બોલી ગયા હતા.. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે અરમાન રાણા, સમીર રાણા અને અંસાર ઝુબેર બેલિમ નામના ત્રણ યુવાનોના નીપજ્યા છે.