દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કર્યા બાદ મોડી રાત્રે રાજકોટ આવી
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. ખરાબ હવામાનના કારણે ફ્લાઈટના શેડ્યુલ ખોવાઈ રહ્યા છે ત્યારે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે રાત્રિની 8:30 વાગ્યે દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી. જેની અસર ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા સૌથી વધુ મુસાફરોને પડી હતી. જોકે હવામાન સરખું થયા બાદ ફરીથી મોડી રાત્રે સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે એરપોર્ટ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે સાંજના સમયે રાજકોટ થી 30 કિલોમીટર દૂર હીરા સરસ સ્થિત આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની આસપાસ વરસાદના કારણે ફ્લાઈટના શેડ્યુલ પર તેની અસર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને એર ઇન્ડિયાની સાંજે આ 30 વાગ્યે દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટને અસર થતા મુસાફરો રાજકોટ મોડી રાત્રે પહોંચ્યા હતા.
પાયલોટ દ્વારા રાજકોટ હીરાસર એરપોર્ટ પર લેન્ડિંગ માટે અનુકૂળ વાતાવરણ નહીં જોવા મળતા તેમજ રનવે પર સ્લીપરી માહોલને જોતા ફ્લાઇટને લેન્ડિંગ નહીં કરાવતા આવા માં ત્રણ ચક્કર લગાવ્યા હતા. પરંતુ અનુકૂળ વાતાવરણ નહીં લાગતા આખરે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ મોડી રાત્રે હિરાસર એરપોર્ટ પર વાતાવરણ સરખુ થયા બાદ ફ્લાઈટ મુસાફરો સાથે રાજકોટ પરત ફરી હતી. ફ્લાઈટનું શેડ્યુલ ખોરવાઈ જતા આ ફ્લાઈટમાં સવાર 100થી વધુ મુસાફરો ખરાબ હવામાનના કારણે બે કલાક સુધી અટવાયા હતા. પરંતુ મોડી રાત્રે રાજકોટમાં સફળ લેન્ડિંગ થયા બાદ સૌને હાથકારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application