BREAKING NEWS

પાયલટે ભૂલથી હાઇજેક કોડનું બટન દબાવ્યું, એર ઇન્ડિયાના વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

  • October 14, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એર ઈન્ડિયાની એઆઈ-2030 ફ્લાઇટ જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે અમદાવાદ એટીએસને વિમાન વિશે એલર્ટ મળ્યું હતું, ત્યારબાદ વિમાનના પાઇલટે થોડી સેકન્ડ માટે સ્ક્વોક-7500ની જાહેરાત કરી હતી. આ કારણે, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગઈ હતી. આ પછી, વિમાને જયપુર એરપોર્ટ પર સલામત ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. માહિતી અનુસાર, આજે સવારે 9:45 વાગ્યે વિમાનને આઇસોલેશન વેમાં લાવવામાં આવ્યું હતું. જોકે પાયલટે ભૂલથી હાઈડેજનું બટન દબાવ્યાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.

આ માહિતી બાદ, દિલ્હીથી તાત્કાલિક એનએસજીને રવાના કરવામાં આવ્યું હતું. જયપુરમાં સાંગનર અને ઈ એચસીસી હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને ફોન કરીને સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટે ભૂલથી એક બટન દબાવ્યું, જેના કારણે હાઇજેક એલર્ટ શરૂ થયું અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હાઇજેક એલર્ટ મળતાં જ, સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને મુસાફરો મૂંઝવણમાં મુકાઈ ગયા કે શું થયું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ એઆઈ-2030ના મુસાફરો સુરક્ષિત છે અને તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેમને ફરીથી તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય છે, અને અમે મુસાફરો અને તેમના પરિવારોને ગભરાશો નહીં તેવી વિનંતી કરીએ છીએ. પરિસ્થિતિ બદલાતા અમે વધુ માહિતી પ્રદાન કરીશું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાયલોટે ટૂંક સમયમાં સ્ક્વોક-7500 કોડ જાહેર કર્યો હતો. આ કોડનો ઉપયોગ જ્યારે વિમાનનું હાઇજેક થવાનું હોય ત્યારે થાય છે. સિગ્નલ મળતાં જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી અને સલામતીના કારણોસર, બુધવારે સવારે લગભગ 9:10 વાગ્યે દિલ્હીના વોર રૂમમાંથી ફ્લાઇટને જયપુર જવાનો માર્ગ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયપુરમાં વિમાનને લેન્ડ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને તે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે એરક્રાફ્ટ ભારતીય એર સ્પેસની નજીક પહોંચ્યું ત્યારે આ સુરક્ષા એલર્ટ સામે આવ્યું હતું. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને તુરંત વાકેફ કરવામાં આવી હતી, જેના પગલે વિમાનને દિલ્હીને બદલે જયપુર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો હતો.

આ ઘટના પાછળના સાચા તથ્યો જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન અને ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

વિમાન ઉડ્ડયન ક્ષેત્રે 'સ્ક્વોક 7500' એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એવો ટ્રાન્સપોન્ડર કોડ છે, જેનો ઉપયોગ પાયલટ ત્યારે જ કરે છે જ્યારે વિમાન હાઇજેક થયું હોય અથવા પ્લેનમાં કોઈ ગેરકાયદેસર દખલગીરી થઈ રહી હોય. મુસાફરોના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે વિમાનમાં સવાર તમામ લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.​​​​​​​

ફ્લાઈટમાં 306 મુસાફરો સવાર હતા

જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાંની સાથે જ સીઆઈએસએફ, રાજસ્થાન પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાન તેમજ તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલના નિયુક્ત હોલ્ડિંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા. 
જયપુર એરપોર્ટના વડા ચરણ સિંહે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં સવાર તમામ 306 મુસાફરો બુધવારે સવારે 9.35 વાગ્યે જયપુર એરપોર્ટ પર સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઉતરી ગયા છે. તેમણે ઉમેર્યું કે મુસાફરોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવશે.


વિમાનમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નહીં

સીઆઈએસએફની ટીમે જયપુર એરપોર્ટ પર પહોંચેલા વિમાનની તપાસ પૂર્ણ કરી લીધી હતી. વિમાનમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરક્ષા એજન્સી ફ્લાઇટના પાયલટની પૂછપરછ કરી હતી. એરપોર્ટથી મળેલી માહિતી અનુસાર, સવારે લગભગ નવ વાગ્યે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને થોડા સેકન્ડ માટે સ્ક્વૉક-7500 કોડનો સિગ્નલ મોકલવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application