તાજેતરમાં જ પોરબંદર આવેલા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ દ્વારા ટૂંક સમયમાં વિમાની સેવા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને અંતે આ જાહેરાત સાચી ઠરી રહી છે અને પહેલી એપ્રિલથી પોરબંદર-મુંબઇ-પોરબંદરની વિમાની સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ ધમધમી છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોરબંદરનું એરપોર્ટ ફલાઇટ વિહોણુ અને સુનુ સુનુ છે અને વિમાનીસેવા શરૂ કરવા માટે સ્થાનિક નેતાઓથી માંડીને કેન્દ્રીય નેતાઓએ પણ અનેકવખત રજૂઆતો કરી હતી તેમ છતાં મુસાફરો મળતા નથીના બહાના હેઠળ પોરબંદરની વિમાની સેવા સંપૂર્ણ રીતે બંધ થઇ ગઇ હતી. લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મનસુખ માંડવીયાએ એવુ વચન પણ આપ્યુ હતુ કે તેઓ ચૂંટાઇ જશે એટલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને પોરબંદરની બંધ વિમાની સેવા પુન: શરૂ કરાવશે અને તાજેતરમાં પણ તેમણે પોરબંદરની બે દિવસીય મુલાકાત દરમ્યાન એવું જણાવ્યુ હતુ કે ચાલુ મહિનામાં એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં પોરબંદરની વિમાની સેવા શરૂ થઇ જશે.
ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે, આ વિમાની સેવા પહેલી એપ્રિલથી શરૂ થશે અને પોરબંદરનું એરપોર્ટ મુસાફરોથી પુન: ધમધમતુ થશે. અઠવાડિયામાં બે દિવસ મંગળવારે અને ગુરુવારે પોરબંદર-મુંબઇ વચ્ચેની વિમાની સેવા ઉડાન ભરશે. સ્પાઇસ જેટ દ્વારા તેનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ થયું છે. જેમાં પહેલી એપ્રિલે મુંબઇથી પોરબંદર આવવા માટે ૧૧:૩૦ કલાકે ફલાઇટ ઉડાન ભરશે અને પોરબંદર ૧ વાગ્યે આવી પહોંચશે. પોરબંદરથી ૧:૨૫ મિનિટે મુંબઇ જવા ફલાઇટ ઉડાન ભરશે અને ૨:૫૫ મિનિટે મુંબઇ ખાતે પહોંચી જશે. શરૂઆતના તબકકે અઠવાડીયામાં બે દિવસ મંગળવાર તથા ગુરૂવારે આ વિમાની સેવા શરૂ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિત રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા વગેરેએ આ મુદ્ે વારંવાર રજૂઆત કરી છે અને તે હવે સફળ રહી છે.
૧૨,૫૮૧થી ૧૪,૨૦૯ સુધી ટિકિટનો દર
પોરબંદરનું એરપોર્ટ ફરી ફલાઇટોથી ધમધમવા જઇ રહ્યુ છે ત્યારે સ્પાઇસ જેટ દ્વારા ઓનલાઇન બુકીંગ શરૂ થયુ છે. જેમાં ટિકિટના દર ૧૨,૫૮૧થી ૧૪,૨૦૯ સુધી રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech