જામનગર જિલ્લાની ૬૧ અને દ્વારકા જિલ્લાની ૯૮ દુકાનોનો સમાવેશ
ગુજરાતમાં માર્ચ ર૦ર૩ ની સ્થિતિએ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારકો કુટુંબોની સંખ્યા ૩.૬૦ કરોડ જનસંખ્યાને સસ્તા અનાજની દુકાનોમાંથી વિતરણ કરવામાં આવે છે, રાજ્યની ૧૬૯૭ વ્યાજબી ભાવની દુકાનોને તાળા લાગ્યા છે, જે પૈકી હાલારની ૧પ૯ દુકાનોને તાળા લાગી ગયા છે, જેમાં જામનગર જિલ્લાની ૬૧ અને દ્વારકા જિલ્લાની ૯૮ દુકાનોનો સમાવેશ થાય છે.
શહેરની વસ્તી અનુસાર સસ્તા અનાજની દુકાનો વધારવા માટે જામનગરના જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી, જામનગર મહાનગરપાલિકાની હદ વધી, વસ્તી વધી, પરંતુ સસ્તા અનાજની દુકાનો વધી નથી, બીજી તરફ ૬૧ દુકાનોને તાળા લાગી જતાં શહેરી જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે.
જામનગર શહેરમાં કુલ ૧૯૯૪૭૪ રેશનકાર્ડ નોંધાયેલા છે, જેમાં બીપીએલ કાર્ડધારકોની સંખ્યા ૨૯૮૭૨ છે, જ્યારે અંત્યોદય કાર્ડધારકોની સંખ્યા ૧૧ર૧૭ છે, જ્યારે એપીએલ કાર્ડની સંખ્યા ૧૫૮૩૮૫ છે, જેમાં દિન પ્રતિદિન રેશનકાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ૬૧ દુકાનો બંધ થઇ જતાં બોકાસો બોલી ગયો છે, આ અગાઉ ર૦૧૭ માં ૧૮ દુકાનોની દરખાસ્ત કરવામાં આવી હતી.
જામનગરની રાશનકાર્ડની દુકાનો વસ્તીના પ્રમાણમાં ઘટાડો થવા પામ્યો છે, ત્યારે બીપીએલ કાર્ડ ધરાવતા તેમજ અંત્યોદય કાર્ડ અને એપીએલ કાર્ડ ધરાવતા પરિવારજનો પરેશાનીમાં મુકાઇ ગયા છે, જે રાશનકાર્ડની દુકાનોમાં અનાજ વિતરણ થાય છે તે પણ પોષણયુક્ત હોતું નથી, તેમાં પણ દુકાનદારોની મીલીભગત જણાઇ છે. તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech