અંબાજીના પાડલિયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો હતો. આજે પાડલિયા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા છે.
પાલડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ અંબાજીનું પાલડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
47 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા
પોલીસે ગઈકાલની ઘટના બાદ આજે અંબાજીના પાલડિયા ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે એફએસએલને સાથે રાખીને ઘટનાનું પંચનામું કર્યું હતું. વનવિભાગની જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ગઈ કાલે બાબલ થઈ તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. ગ્રામજનો સાથે વન વિભાગ અને પોલીસે બેઠક કરી હતી. પોલીસે આ ઘટનામાં 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસ અને વન વિભાગના 47 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પોલીસનો કાફલો વજ્ર સહિતના વાહનો અને હથિયારો સાથે પાડલિયા ગામ જવા રવાના થયો છે.
500 લોકોના ટોળા સામે પોલીસે નોંધાવી છે ફરિયાદ
સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને આજે અંબાજીમાં ખડકી દેવામાં આવી છે. પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યામાં ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ ટ્રી પ્લાન્ટેશન કરી રહી હતી ત્યારે અચાનક જ 500 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને તીર કામઠા તથા ગોફણ વડે પથ્થર મારવાના શરુ કરી દીધા હતા. હાલ પાડલીયા ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને તણાવપૂર્ણ સ્થિતિ છે. પોલીસ દ્વારા હુમલાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી દીધી છે.