BREAKING NEWS

અમેરીકાએ અમને ટોઇલેટ પેપરની જેમ વાપરી અમને ફેકી દીધા: પાક

  • February 11, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે અમેરિકાના કારણે, અમે તાલિબાન વિરુદ્ધ થઈ ગયા, એક એવું નુકસાન જે ક્યારેય ભરપાઈ થઈ શકે નહીં. તેમણે આ તકે પાકિસ્તાનની ભૂતપૂર્વ સરકાર પર નિશાન સાધ્યું.તેમને ઉમેર્યું કે અમેરીકાએ અમને ટોઇલેટ પેપરની જેમ વાપરી અમને ફેકી દીધા. ખ્વાજા આસિફે તાલિબાનનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય સભામાં અમેરિકા પર તીક્ષ્ણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઇસ્લામના રક્ષણ માટે અફઘાન ધરતી પર લડાયેલા બંને યુદ્ધોમાં ભાગ લીધો ન હતો. તેમણે સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં જેહાદના નામે તેના લોકો માર્યા ગયા હતા, છતાં પાકિસ્તાને કોઈ પાઠ શીખ્યો નહીં.

તેમણે સમજાવ્યું કે પાકિસ્તાને આ યુદ્ધોને ટેકો આપવા માટે તેના શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યા, જે આજ સુધી સુધારવામાં આવ્યા નથી. ખ્વાજા આસિફે કહ્યું કે 1999 પછી, પાકિસ્તાન યુએસ સમર્થન મેળવવા માટે યુદ્ધમાં ફરી જોડાયું, જેના માટે અમે ભારે કિંમત ચૂકવી. તેમણે આ નિર્ણયો માટે ભૂતપૂર્વ સૈન્ય વડા જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ પરવેઝ મુશર્રફની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ઉપયોગ ટિશ્યુ પેપરની જેમ કરવામાં આવ્યો, જે નુકસાન ક્યારેય ભરપાઈ થાય તેમ નથી.


અગાઉની સરકારને અમેરિકન કાખઘોડીની જરૂર હતી

ખ્વાજા આસિફે દલીલ કરી હતી કે આ ખોટા નિર્ણયથી પાકિસ્તાન બીજાના યુદ્ધોમાં પ્યાદા તરીકે સ્થાપિત થયું. તેમણે કહ્યું, "૧૯૮૦ના દાયકામાં, અફઘાનિસ્તાનમાં રશિયા વિરુદ્ધ બળવો થયો હતો, જે અમેરિકા દ્વારા આયોજિત હતો. તે સમયે, તત્કાલીન પાકિસ્તાની સરકારને અમેરિકન કાખઘોડીની જરૂર હતી, અને તેથી અમે અમારા લોકોને તેમાં સામેલ કર્યા, જે એક મોટી ભૂલ હતી. તાલિબાને રશિયા વિરુદ્ધ જે યુદ્ધ શરૂ કર્યું હતું તેને જેહાદ કહેવામાં આવતું હતું. જો કે તે જેહાદ નહોતું કારણ કે રશિયાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ન હતો. પાકિસ્તાન માટે આ યુદ્ધમાં સામેલ થવાનું કોઈ વાજબી કારણ નહોતું, અમે ગમે તે રીતે લડ્યા.અમેરિકાના ખાતર, અમે ૨૦૦૧માં તાલિબાન વિરુદ્ધ થઈ ગયા. તેઓ તો જતા રહ્યા , પરંતુ અમે હજુ પણ તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. તેમની ક્યારેય ભરપાઈ થઈ શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application