કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે થી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે હાલ સંભવિત કાર્યક્રમ મુજબ તારીખ ૧૮ થી ૨૦ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવા સંકેત મળી રહ્યા છે. જેમાં તેમના મતવિસ્તારના લોકો સાથે નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન થયું છે તેમજ સાબરડેરીની મુલાકાત તેમજ રાષ્ટ્ર્રીય રક્ષા શકિત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. બિન સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હાલ અમિત શાહ તારીખ ૧૮ અને ૧૯ એમ બે દિવસ ગુજરાત આવી રહ્યા છે.
ગત તા.૩૧ ઓકટોબર અને ૧ નવેમ્બર એમ બે દિવસના પ્રવાસે આવયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે સાળંગપુર ખાતે ૧૧૦૦ મની ધર્મશાળા ઉદઘાટન કયુ હતું અને ગાંધીનગર ખાતે ગ્રંથપાલના કાર્યક્રમમાં હાજરી આપીને સંબોધન કયુ હતું.૧લી નવેમ્બરે, દિવાળી પછીના પડતર દિવસે, ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના ગ્યાસપુરમાં એએમસીના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટનું ઉધ્ઘાટન કયુ હતુ આ પ્રોજેકટ, મ્યુનિસિપલ કચરાને વીજળીમાં ફેરવી રહયો છે જે અમદાવાદ શહેરના સ્વચ્છતા અભિયાનમાં મદદપ થશે.
અમિત શાહની આ મહત્વની મુલાકાતને લઈને ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાયના પોલીસ વિભાગ અને એસપીજી કમાન્ડોની વિશેષ સગવડ સાથે સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. જે જગ્યાએ કાર્યક્રમ યોજવાનો છે તે તમામ સ્થળોની મુલાકાત ઉચ્ચ અધિકારીઓ દ્રારા લેવાય ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech