રાજુલામાંથી ચોરીના પાંચ મોબાઈલ સાથે મહુવાની મહિલાને અમરેલી એલસીબીની ટીમે ઝડપી લઈ રાજુલા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં એલસીબીની ટીમ રાજુલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ટેક્નિકલ સોર્સ અને બાતમીના આધારે શંકાસ્પદ મહિલાને રોકી પુછપરછ કરતા પોતાનું નામ ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઇ પરમાર, ઉ.વ.૨૫ (રહે.ખાટસુરા,તા.મહુવા)ની હોવાનું જણાવતા પોલીસે તેની તલાસી લેતા કબ્જામાંથી જુદી જુદી કંપનીના પાંચ જેટલા મોબાઈલ મળી આવતા મોબાઇલ અંગે પુછ પરછ કરી ટેકનીકલ રીતે ખરાઇ કરતા તમામ મોબાઈલ ચોરીના હોવાનું ખુલ્યું હતું. મહિલા વધુ પૂછપરછમાં બે મોબાઇલ રાજુલામાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પાંચેય મોબાઈલ કબ્જે કરી રાજુલા પોલીસમાં નોંધાયેલા બે મોબાઈલ ચોરીના ગુનાના ભેદ ઉકેલ્યા હતા. પોલીસની વિષેશ તપાસમાં મહિલા અગાઉ ચલાલા પોલીસ મથકમાં પણ ચોરીના ગુનામાં પકડાઈ ચુકી છે.
આકામગીરી એલસીબીના એએસઆઇ ભીખુભાઇ ચોવટીયા, હેડ કોન્સ. જયેન્દ્રભાઇ બસીયા, ગોકુળભાઇ કળોતરા, મહેશભાઇ રાઠોડ, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાંઆવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMઇલિયાના ડી'ક્રુઝે ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
June 17, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech