BREAKING NEWS

ધોરાજીમાં પાડોશી જ હેવાન નીકળ્યો, 11 વર્ષની બાળા પર ત્રણ-ત્રણ વાર દુષ્કર્મ આચર્યું

  • February 16, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં ૧૧ વર્ષની બાળકી પર ત્રણ-ત્રણ વખત દુષ્કર્મ આચર્યા અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાળા સાથે દુષ્કર્મની આ ઘટનાને લઇ નરાધમ પ્રત્યે ફીટકારની લાગણી વરસી જવા પામી છે.


દુષ્કર્મના આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીમાં રહેતાં એક પરિવારે પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે, તેઓને ૧૧ વર્ષની એક પુત્રી છે. તેમની પડોશમાં હનીફ નિયાઝ ફકીર (ઉ.વ.૪૦) ગઈકાલે તેમના ઘરમાં ઘુસી તેઓની ૧૧ વર્ષની દિકરી સાથે અગાસી પર લઇ જઇ બળજબરીપૂર્વક શરીર સબંધ બંધતો હતો જે પાડોશી જોઈ ગયાં હતાં.


જેથી પડોશીઓએ તે વાત પરીવારને કરતાં પરીવાર ચોંકી ગયો હતો. બાદમાં પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, આપણા પાડોશમાં રહેતો શખસ હનીફ અગાઉ પણ બે વખત ઘરમાં ઘૂસીને તેની સાથે બળજબરી કરી ધમકી આપી દુષ્કર્મ આચાર્ય હતું. તેમજ ગઈકાલે પણ તે ઘરમાં ઘૂસી અગાસી પર પહોંચી ગયો હતો અને તેણી કપડાં સૂકવતી હતી ત્યારે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી પરીવાર તુરંત જ પોલીસ પાસે પહોંચી આ હકીકત જણાવી હતી.


બનાવ અંગે ધોરાજી સીટી પોલીસ મથકના પીઆઈ ગરચર અને ટીમે દુષ્કર્મ,પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હનીફને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અપરણીત હોવાનું અને કોઈ કામ ધંધો કરતો ન હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ ફરિયાદી પરિવાર સાથે મિત્રતા કેળવી બદકામ કર્યાનું માલુમ પડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application