પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા સાથે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
1) ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 27 મે 2026 અને નાથદ્વારાથી 28 મે 2026 થી અમલી બનશે.
2) ટ્રેન નંબર 22939/22940 ઓખા-બિલાસપુર એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 23 મે 2026 અને બિલાસપુરથી 25 મે 2026 થી અમલી બનશે.
3) ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી 21 મે 2026 અને દિલ્હી સરાય રોહિલ્લાથી 22 મે 2026 થી અમલી બનશે.
4) ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રીવા એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી 24 મે 2026 અને રીવાથી 25 મે 2026 થી અમલી બનશે.
5) ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા જામનગરથી 23 મે 2026 અને તિરુનલવેલીથી 26 મે 2026 થી અમલી બનશે.
6) ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાપાથી 27 મે 2026 અને મડગાંવથી 29 મે 2026 થી અમલી બનશે.
7) ટ્રેન નંબર 19319/19320 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી 27 મે 2026 અને ઈન્દોરથી 26 મે 2026 થી અમલી બનશે.
8) ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ: આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી 23 મે 2026 અને બાંદ્રા ટર્મિનસથી 22 મે 2026 થી અમલી બનશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી.