BREAKING NEWS

ઝારખંડમાં હાથીએ દાદી-પૌત્રીને કચડી માર્યા, પતિએ તંબુ નીચે છુપાઈ પોતાનો જીવ બચાવ્યો

  • April 25, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝારખંડમાં ચાંદિલ વન વિભાગ રેન્જના ઇચ્છાગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોડો પંચાયતના હડંત ગામમાં આજે રાત્રે ત્રણ વાગ્યે પાંચ જંગલી હાથીઓના ટોળાએ એક મહિલા અને તેની પૌત્રીને પગથી કચડીને અને સૂંઢથી ઉંચકીને નીચે ફેંકીને મારી નાખ્યા હતા. જ્યારે મહિલાના પતિએ તંબુ નીચે છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


મળતી માહિતી મુજબ, હરદંત ગામની રહેવાસી સતુલા દેવી અને તેમના પતિ મોહન મહતો રૂમમાં સૂતા હતા. ડાંગરની સુગંધ સુંઘતા હાથીઓ ત્યાં પહોંચ્યા અને ડાંગર ખાવા માટે ઘર તોડવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઘર તૂટી પડ્યું અને ઘરની અંદર સૂતા સંતુલા દેવી અને તેમના પતિ મોહન મહતો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળ નીચે દટાયા પછી પણ, તેઓએ અવાજ કરવાનું શરૂ કર્યું, જેનાથી નજીકના ઘરમાં સૂતા તેમના પુત્ર કમલચંદ મહતો, પુત્રવધૂ ચીના દેવી (37) અને પૌત્રી અમિતા બાલા (13) જાગી ગયા હતા.


તેમની માતા અને પિતાની ચીસો સાંભળીને તેઓ રૂમમાંથી બહાર આવ્યા કે તુરંત જ હાથીઓના ટોળાએ તેમને આંગણામાં ઘેરી લીધા અને ચીના દેવી અને પૌત્રી અમિતા કુમારીને કચડી નાખ્યા હતા, જ્યારે પુત્ર ખાટલા નીચે સંતાઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.


ત્યાં સુધીમાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાથીઓને ભગાડવામાં સફળ રહ્યા હતા. વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ઘાયલોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી વન વિભાગની ટીમે મૃતકોના આશ્રિતોને રૂ. 1,00,000 અને ઘાયલોને 10-10 હજારનું વળતર આપ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application