સાંસદના કાર્યાલય ખાતે પોરબંદર શહેર મંડળની પરિચય બેઠક યોજાઈ

  • May 19, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉપલેટા ખાતે પોરબંદરના સંસદના કાર્યાલય ખાતે પોરબંદર ભાજપ શહેર મંડળના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી જેમાં પરિચય બેઠકમાં નવા હોદ્દેદારો સાથે સાંસદે મહત્વની ચર્ચાઓ કરી હતી.
૧૧ પોરબંદર લોકસભા સાંસદ કાર્યાલય ઉપલેટા (ગોરસ) ખાતે પોરબંદર શહેર મંડળની પરિચય બેઠક કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા સાથે યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ રાજેશભાઈ(મનુભાઈ) મોદી ઉપપ્રમુખો  રાજેન્દ્રસિંહ હરીશચંદ્ર ગોહીલ, વિજયભાઈ તુલશીભાઈ વડુકર, હરીશભાઈ ગોપાલભાઈ થાનકી, મીનલબેન કિરીટભાઈ બલભદ્ર, ભારતીબેન રાજેશભાઈ ગોહેલ, ભરતભાઈ ભીખુભાઈ રાઠોડ, મહામંત્રીઓ નિલેષભાઈ હરિભાઈ બાપોદરા,નરેન્દ્રભાઈ બાબુભાઈ કાણકિયા (મુન્નાભાઈ),મંત્રીઓ રેખાબેન દીપેનભાઈ બારાજ, ઉર્મીલાબેન ગૌતમભાઈ શીંગરખીયા,દીપકભાઈ રણમલભાઈ શીડા,માલદેભાઈ બાલુભાઈ ઓડેદરા,જયભાઈ વિનોદરાઈ લાખાણી, કુતિયાણા મંડળ પ્રમુખ લીલાભાઇ રાવલીયા સહિત સ્થાનિક આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.અને કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી કામગીરીની રણનીતિ તૈયાર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application