સિહોર તાલુકાના છેવાડાનાભાંખલ ગામે રહેતા એક વૃધ્ધનો પગ તળાવના પાળે થી લપસી જતાં તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા તેમનાં પરિવારજનોમાં તેમજ નાના એવા ભાંખલ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
સિહોર તાલુકાના ભાંખલ ગામે રહેતા મોહનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉં,વ, ૬૫) પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ગામના તળાવના વિસ્તારમાં ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઉતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે મોહનભાઇનો પગ લપસી ગયો હતો અને તેઓ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેઓનું મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા જ ગામના સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. જે પછી સ્થાનિક તરવૈયાઓએ મોહનભાઈનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ બનાવ અંગે સિહોરપોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech