દેશના સૌથી વ્યસ્ત અને આધુનિક મુંબઈ એરપોર્ટ પર એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુકિંગ કરાવ્યા બાદ પણ વ્હીલચેર ન મળવાને કારણે વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર સહાયકોની અછત હતી. જેના કારણે વૃદ્ધ દંપતીને માત્ર એક સહાયક આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વૃદ્ધ દંપતીને પ્લેનથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પગપાળા જ જવું પડું.૧.૫ કિમી ચાલ્યા બાદ કાઉન્ટર પર પડી જતાં હૃદયરોગના હત્પમલાથી વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ પણ પોતાનો ખુલાસો કર્યેા છે.
પત્નીની નજર સામે દમ તોડો
૮૦ વર્ષના આ વૃદ્ધ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા . દંપતીએ પોતાના માટે વ્હીલચેર બુક કરાવી હતી. યારે એર ઈન્ડિયાની લાઈટ મુંબઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે કપલને માત્ર એક જ વ્હીલચેર જ જોવા મળી હતી. આવી સ્થિતિમાં પતિએ તેની વૃદ્ધ પત્નીને તેના પર બેસાડી અને પોતે પણ તેની પાછળ આવવા લાગ્યો. પ્લેનથી ૧.૫ કિલોમીટરના અંતરે ટર્મિનલમાં આવેલા ઈમિગ્રેશન કાઉન્ટર સુધી વૃદ્ધને પગપાળા જ જવું પડું હતું. કાઉન્ટર પર પહોંચ્યા બાદ બુઝુર્ગ ને ચક્કર આવ્યા અને હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા.ઘટના બાદ વૃદ્ધને પણ નાણાવટી હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
માત્ર ૧૫ને વ્હીલચેર મળી
મૃતક ભારતીય મૂળનો યુએસ–પાસપોર્ટ ધારક હતો. તેણે મુંબઈ જતી એર ઈન્ડિયાની લાઈટ –૧૧૬ના ઈકોનોમી કલાસમાં મુસાફરી કરી હતી. આ લાઈટ રવિવારે ન્યૂયોર્કથી રવાના થઈ હતી.ટ્રીપ બુક કરાવતી વખતે તેણે વ્હીલચેર માંગી હતી. એરપોર્ટના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે લાઇટમાં ૩૨ વ્હીલચેર પેસેન્જર્સ હતા, પરંતુ માત્ર ૧૫ને જ એટેન્ડન્ટસ સાથે વ્હીલચેર આપવામાં આવી હતી. ન્યૂયોર્ક–મુંબઈ લાઈટ સવારે ૧૧.૩૦ વાગ્યે લેન્ડ થવાની હતી, પરંતુ તે ૧૨ ફેબ્રુઆરીએ મોડી રાત્રે ૨.૧૦ વાગ્યે લેન્ડ થઈ હતી.
એર ઈન્ડિયાએ સ્પષ્ટ્રતા કરી
એર ઈન્ડિયાના પ્રવકતાએ સ્પષ્ટતા કરી કે વ્હીલચેરની ભારે માંગને કારણે અમે પેસેન્જરને વ્હીલચેર સહાય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે તેના જીવનસાથી સાથે ચાલવાનું પસદં કયુ.આને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવતા, એર ઈન્ડિયાએ કહ્યું કે તે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને જરી સહાય પૂરી પાડી રહી છે. અમે ઘણીવાર જોયું છે કે વૃદ્ધ યુગલો તેમના જીવનસાથીથી અલગ થવામાં અને પ્લેનથી એરપોર્ટ ટર્મિનલ સુધી એકલા મુસાફરી કરવામાં આરામદાયક નથી હોતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech