પોરબંદરના જુના બંદરથી સુભાષનગર થઇને ઓલવેધર પોર્ટ તરફ જતો રસ્તો અત્યંત સાંકડો છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તેથી આ રસ્તાને પહોળો કરવા વારંવાર રજૂઆતો થતી હતી તે અનુસંધાને સવા ત્રણ કિ.મી.ના રોડને ફોરલેન બનાવવા અંદાજે દોઢ અબજ પિયાની દરખાસ્ત કરવામાં આવી છે.
પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે પિયા ૧૪૫.૧૫ કરોડના ખર્ચે કુલ ૩.૮ કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવામાં આવશે. આ અંગે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નના જવાબ આપતા મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આ માહિતી આપી હતી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોર્ટલેડ સિટી ડેવલપ કરવા માટે જે ચાર બંદર પસંદ કર્યા છે તેમાં પોરબંદરનો પણ સમાવેશ કર્યો છે. પોરબંદર બંદર દ્વારા અંદાજે ૯૪ લાખ ૫૦ હજાર મેટ્રીક ટન કાર્ગો છેલ્લા પાંચ વર્ષમાં હેન્ડલ કરવામાં આવેલ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત આ બંદરથી પિયા ૧૦૦ કરોડથી વધુનું રેવન્યુ મળેલ છે. વર્ષ ૧૯૬૧માં બંદરની જેટીને મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ ટૂ લેન બનાવવામાં આવેલ. ત્યારથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ રસ્તાની જાળવણી કરવામાં આવે છે.
પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે પિયા ૧.૪૫.૧૫ કરોડના ખર્ચે કુલ ૩.૮ કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવાની દરખાસ્ત મંજુર થયેલ છે. જેમાંથી પિયા ૩૮ કરોડ ૮૯ લાખ રોડ કામ માટે, ૧ કરોડ ૪૦ લાખ પિયા ભાગ બી મરીન પોલીસ બ્રીજ ટુ લેન માટે, બાપા સીતારામ બીજ માટે ૭૫ લાખ પિયા, કલ્વટ ૧,૨,૩,૪ અને ખોડિયાર મંદિરના બ્રીજ ફોર લેન કરવા માટે પિયા ૭ કરોડ ૩૩ લાખ, ૧૫ ટકા વિદ્યુતીકરણ માટે પિયા ૭ કરોડ ૨૫ લાખ પિયા, જમીન સંપાદન માટે પિયા ૮૮ કરોડ ૨૫ લાખ, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન માટે પિયા ૯૫ લાખ, તેમજ અન્ય ખર્ચ અને જી.એસ.ટી. સહિત કુલ ૧૪૫.૧૫ કરોડ પિયાનો ખર્ચ કરવામાં આવશે. સાથે જ લગભગ ૧૨૫ વર્ષ જુના ડેક બ્રીજની જગ્યાએ સમાંતર નવો બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
સાથે જ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સુચન કર્યુ હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સ્વાયત બોર્ડ છે, જેથી તેને રોડ બનાવવા મહેસુલ વિભાગ પાસેથી ધારા-ધોરણ મુજબ નાણાં ચુકવી જમીન મેળવવી પડે. જેમાં સમય લાગી શકે છે, આ રસ્તો મેરીટાઈમ બોર્ડના બંદરના જોડાણની સાથે સુભાષનગરને પણ જોડે છે,
જેથી માર્ગ અન મકાન વિભાગ ડીપોઝિટ વર્ક તરીકે કામ કરે તો ઝડપથી કામ થઈ શકે તેમ છે. આ મામલે મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આ સુચન અંગે વિચાર કરવાની ખાતરી આપી છે.
સાથે જ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પોરબંદર તાલુકા અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન મંજુર થયેલ રસ્તાઓની વિગતો અંગે પુછેલ પ્રશ્ર્નના જવાબમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટેલ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૩ માં પિયા ૧૧.૭૩ કરોડના ખર્ચે ૭ રસ્તાના કામ મંજુર થયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪ માં પિયા ૨૫૮.૯૦ કરોડના ખર્ચે ૧૪૯ રસ્તાઓના કામો મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી વર્ષ ૨૦૨૩ માં પોરબંદર તાલુકામાં પિયા ૬.૨૭ કરોડના ખર્ચે ૪ રસ્તાના કામ મંજુર થયા હતા. જ્યારે કુતિયાણા તાલુકામાં પિયા ૫.૪૬ કરોડના ખર્ચે ૩ રસ્તાના કામો મંજુર થયા હતા. વર્ષ ૨૦૨૪ માં પોરબંદર તાલુકામાં પિયા ૧૨૫.૧ કરોડના ખર્ચે ૭૭ રસ્તાઓના કામ મંજુર કરાયા છે, કુતિયાણા તાલુકામાં પિયા ૭૭.૫૫ કરોડના ખર્ચે ૪૦ રસ્તાઓના કામો અને રાણાવવા તાલુકામાં પિયા ૫૬.૨૫ કરોડના ખર્ચે ૩૨ રસ્તાઓના કામો મંજુર કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પેટેલ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન મંજુર કરાયેલ ૧૫૬ રસ્તાઓના કામો પૈકી ૬ કામો પૂર્ણ કરી લેવામાં આવેલ છે. ૬૨ રસ્તાના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે.
૮૫ રસ્તાઓના કામો હવે શ થનાર છે, તેમજ ૧ રસ્તાનું કામ સુધારેલ જોબનંબર હેઠળ છે.તેમ જણાવીને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ માહિતી આપીને જણાવ્યુ હતુ કે તેનુ વહેલીતકે કામ ધમધમશે અને માછીમારોને વેઠવી પડતી પરેશાનીનો અંત આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech