ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળામાં મૃગીકુંડમાં સાધુનો વેશ ધારણ કરીને સ્નાન કરનાર વિવાદિત કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલના સ્નાનના વિડીયો નિહાળી ધાર્મિક લાગણી દુભાઈ અને આસ્થાને ઠેસ પહોંચી હોવાનું જણાવી કીર્તિ પટેલ તથા સંતો સિવાયના અન્ય જે કોઈપણ વ્યકિતએ સ્નાન કર્યું તેની સામે કાર્યવાહી કરવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધી ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.
ભવનાથ તળેટીમાં રવિવારે રાત્રે મહાશિવરાત્રી મેળામાં મૃગીકુંડમાં સ્નાન વિધિ દરમિયાન કીર્તિ પટેલ ભગવા વક્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. અને ત્યારબાદ મહિલા પીઆઇ કે જે મોડ દ્રારા કીર્તિ પટેલને રોકતા મહિલા પીઆઇ સામે ઉદ્ધતાઈભર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અગં મહિલા પીઆઈએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ગુનામાં હજુ તો કીર્તિ પટેલ ઝડપાઈ નથી ત્યાં વધુ એક ફરિયાદ નોંધાય છે. જેમાં મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કીર્તિ પટેલ સહિતના અન્ય લોકોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું જે વિડીયો સોશિયલ મીડિયામાં જોયો હતો.
જેથી ધાર્મિક લાગણી તથા આ સ્થાને ઠેસ પહોંચી હોવાનું જણાવી કીર્તિ પટેલ સહિત અન્ય જે લોકોએ મૃગીકુંડમાં સ્નાન કયુ તેની વિદ્ધ કાર્યવાહી કરવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કીર્તિ પટેલ સહિત ઈસમો સામે બીએનએસ એકટ ૨૯૮,૨૯૯,૧૯૬ (એ અને બી) અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે. કીર્તિ પટેલ વિદ્ધ બે દિવસમાં બે ફરિયાદ નોંધાતા ભવનાથ પોલીસ દ્રારા તેને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. મહિલા પીઆઈ બાદ હવે સંતો પણ કીર્તિ પટેલની વિદ્ધ આવતા આગામી દિવસોમા અનેક બાબતોના ઘટસ્ફોટ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application