BREAKING NEWS

વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક વધુ એક વખત ફાયરિંગ, હુમલા ખોર ઠાર

  • May 05, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ સ્ટેટસની રાજધાની વોશિંગ્ટન, ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગંભીર સુરક્ષા ભગં થયો હોવાનું સામે આવ્યું છે, યુએસ સિક્રેટ સર્વિસનું કહેવું છે કે ૧૫મી સ્ટ્રીટ અને ઇન્ડિપેન્ડન્સ એવન્યુ (વ્હાઇટ હાઉસનેશનલ મોલ નજીક) નજીક ગોળીબાર થયો હતો. સિક્રેટ સર્વિસ એજન્ટોએ એક સશક્ર વ્યકિતને ગોળી મારી દીધી હતી. જો કે ઘટનાના પગલે આસપાસના વિસ્તારને ટૂંક સમયમાં બધં કરી દેવામાં આવ્યો હતો.આ ઘટના નેશનલ મોલ નજીક બની હતી,  ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સનો કાફલો ત્યાંથી પસાર થયો હતો. સિક્રેટ સર્વિસના ડેપ્યુટી ડિરેકટર મેથ્યુ કિવને કહ્યું હતું કે એવું લાગતું નથી કે ઉપરાષ્ટ્ર્રપતિને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની તાજેતરની ધમકીઓ સાથે જોડાયેલી છે કે નહીં તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હત્પમલો ત્યારે થયો હતો યારે વાન્સનો કાફલો પસાર થઈ રહ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ, એજન્ટોએ એક શંકાસ્પદ વ્યકિતને જોયો જેની પાસે બંદૂક હોવાની શંકા હતી. યારે એજન્ટો તેની પાસે પહોંચ્યા ત્યારે તે દોડવા લાગ્યો. ભાગતી વખતે, તેણે તેની બંદૂક કાઢી અને ગોળીબાર શ કર્યેા. ત્યારબાદ ગુ સેવાના એજન્ટોએ વળતો ગોળીબાર કર્યેા, જેમાં તે ઘાયલ થયો. ઘાયલ વ્યકિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેની સ્થિતિ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઘટનામાં એક સગીર પણ ઘાયલ થયો હતો, જેને નાની ઈજાઓ થઈ હતી. વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટસના ડિનર દરમિયાન એક વ્યકિતએ સુરક્ષા ભગં કરવાનો પ્રયાસ કર્યેા. ૩૧ વર્ષીય કોલ એલન પર રાષ્ટ્ર્રપતિની હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application