ખાનગી યુનિવર્સિટીના વધુ એક વિધાર્થીનો બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત
ખાનગી યુનિવર્સિટીના વધુ એક વિધાર્થીનો બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત
September 25, 2026 11:56 AM
રાજકોટની એક ખાનગી કોલેજમાં આજે સવારે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી છાત્રએ આપઘાત કરી લેતા કોલેજ કેમ્પસમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, ૧૯ વર્ષીય યુવક સવારે બેગ લીધા વગર જ આવ્યો હતો અને કોલેજમાં આવી મુખ્ય બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં વિધાર્થીઓ એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સાત દિવસ પહેલા જ ખાનગી કોલેજની ગલ્ર્સ હોસ્ટેલના એ વિંગના ૧૦મા માળેથી ઝંપલાવી છાત્રાએ આપઘાત કરી લીધાની ઘટના તાજી છે ત્યાં વધુ એક છાત્રએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે. પ્રા વિગત મુજબ મૂળ આંધ્રપ્રદેશનો અને કોલેજની હોસ્ટેલમાં રહી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હેમતં ગંધમ (ઉ.વ.૧૯)ના છાત્રએ આજે સવારે આઠેક વાગ્યે કોલેજના મુખ્ય બિલ્ડિંગના છઠા માળેથી પડતું મુકતા ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. બનાવને પગલે ખાનગી યુનિવર્સિટીના એકિઝકયુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજા તેમજ છાત્રો દોડી ગયા હતા અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ દોડી જઈ જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. બનાવ અંગે તેમના માતા–પિતાને પણ જાણ કરવામાં આવતા રાજકોટ આવવા માટે રવાના થઇ ગયા હતા. આપઘાત કરનાર હેમતં કોમ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સેમેસ્ટર પાંચમાં ભ્યાસ કરતો હતો અને અભ્યાસમાં પણ મહેનતુ હતો એક પણ પ્રકારના બેકલોગ ન હતા. બનાવના સીસીટીવી ફટેજ ચેક કરવામાં આવતા વિધાર્થી કોલેજ બેગ લીધા વિના યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચી અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે