BREAKING NEWS

એન્થ્રોપિકના શેરમાં પહેલા જ દિવસે ૩૪%નો ઉછાળો શેરબજારમાં પ્રવેશ સાથે સ્પેસએક્સનો રેકોર્ડ તોડ્યો

  • November 20, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપ્ની એન્થ્રોપિકે અમેરિકાના શેરબજારમાં પ્રવેશ કરતાં જ નવો ઇતિહાસ રચ્યો છે. ક્લોડ નામનું એઆઈ ચેટબોટ બનાવતી આ કંપ્નીના શેર નાસ્ડેકમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે જ લગભગ 34 ટકા ઊછળ્યા હતા. આ તેજીને કારણે કંપ્નીનું બજારમૂલ્ય બે ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગયું હતું. એન્થ્રોપિકે એલન મસ્કની સ્પેસએક્સનો રેકોર્ડ તોડીને ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી મોટા શેરબજાર પ્રવેશનો વિક્રમ પોતાના નામે કર્યો છે.



એન્થ્રોપિકે તેના આઈપીઓમાં શેરદીઠ 83 ડોલરનો ભાવ નક્કી કર્યો હતો. જોકે ગુરુવારે નાસ્ડેકમાં ટ્રેડિંગ શરૂ થતાં જ શેર 111.50 ડોલરના ભાવે ખૂલ્યો હતો. આમ, રોકાણકારોને શરૂઆતમાં જ શેરદીઠ 28.50 ડોલરનો ફાયદો થયો હતો. ત્યારબાદ શેરનો ભાવ 108.72 ડોલરની આસપાસ રહ્યો હતો. અમેરિકામાં ટેક્નોલોજી કંપ્નીઓના શેરમાં એકંદરે વેચવાલી જોવા મળતી હોવા છતાં એન્થ્રોપિકના શેર માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.



કંપ્નીએ આઈપીઓમાં શેરદીઠ 83 ડોલરના ભાવે લગભગ 98 કરોડ શેર વેચ્યા હતા. આઈપીઓ અને ખાનગી રોકાણ દ્વારા કંપ્નીએ કુલ 107 અબજ ડોલરથી વધુ મૂડી એકત્ર કરી છે. આઈપીઓમાંથી મળનારી રકમ વધારાના શેર ખરીદવાના વિકલ્પ્નો સંપૂર્ણ ઉપયોગ થાય તો 93.5 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ખાનગી રોકાણ દ્વારા અલગથી 26 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે.



એન્થ્રોપિકમાં રોકાણ કરનારી કંપ્નીઓમાં એએમડી, બ્રોડકોમ, ગૂગલની માલિક કંપ્ની આલ્ફાબેટ, માઇક્રોન, માઇક્રોસોફ્ટ, એનવિડિયા અને તાઇવાન સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપ્નીનો સમાવેશ થાય છે. વિશ્વની મોટી ટેક્નોલોજી કંપ્નીઓ એક જ એઆઈ કંપ્નીમાં આટલું મોટું રોકાણ કરી રહી હોવાથી આ ક્ષેત્રમાં ભવિષ્યની કમાણી અંગે રોકાણકારોની અપેક્ષાઓ કેટલી ઊંચી છે તેનો અંદાજ મળે છે.


જોકે એઆઈ કંપ્નીઓનાં આસમાને પહોંચેલાં મૂલ્યાંકન સામે કેટલાક ગંભીર સવાલો પણ ઊભા થયા છે. એઆઈ એન્થ્રોપિકના શેરમાં ક્ષેત્રમાં ખરેખર કેટલો નવો વ્યવસાય ઊભો થઈ રહ્યો છે અને કેટલી આવક એક જ ટેક્નોલોજી ક્ષેત્રની કંપ્નીઓ વચ્ચે થતા નાણાકીય વ્યવહારને કારણે વધી રહી છે તેની ચચર્િ શરૂ થઈ છે. એન્થ્રોપિકે પણ તેના આઈપીઓના દસ્તાવેજોમાં સ્વીકાર્યું છે કે અદ્યતન એઆઈ સિસ્ટમો ક્યારેક અણધારી રીતે વર્તી શકે છે. આ સિસ્ટમોની ક્ષમતાઓ તેના નિયંત્રણ માટે વિકસાવેલી પદ્ધતિઓ કરતાં વધુ ઝડપથી વધી શકે છે. કંપ્ની માટે હવે ઝડપી વિકાસ સાથે સલામતી જાળવવાનો પડકાર પણ ઊભો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application